લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામમાં રહેતા વિષ્ણુ બુધાભાઈ નામનો યુવાન તેના જ ગામની યુવતીના એક તરફી પ્રેમમાં હતો. આ પાગલ પ્રેમીને યુવતીના પરિવારના સભ્યોએ યુવકને ઠપકો આપ્યો હતો જેનું મનદુઃખ રાખી વિષ્ણુએ યુવતીના 22 વર્ષીય ભાઈ વિજય મેલાભાઈ લોરિયા જયારે ગરબા ગાવા જતો હતો ત્યારે તેની સાથે ઝઘડો કર્યો હતો અને જાહેરમાં જ છરીના ઘા ઝીકી દીધા હતા જેથી યુવકને ગંભીર હાલતમાં હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો સારવાર દરમિયાન વિજયનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો.બનાવ અંગે લખતર પોલીસ મથકમાં મૃતકના મામાએ ફરિયાદ નોધાવી હતી.
ફરિયાદ આધારે પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.તેમજ ઘટના સ્થળે પહોચી જઈ એફએસએલની ટીમને સાથે રાખી ઘટના સબંધિત પુરાવા એકઠા કરવા તજવીજ હાથ હતી.