HomeGujaratમોરબી: યુવતીઓને બહારથી બોલાવી વ્યસ્થા કરી આપતું યુગલ ઝડપાયું

મોરબી: યુવતીઓને બહારથી બોલાવી વ્યસ્થા કરી આપતું યુગલ ઝડપાયું

મોરબી શહેરના સામા કાઠા વિસ્તારના સિરામિક સિટીના એક ફ્લેટમાં એક દંપતી કુટણખાનું ચલાવતી હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે નકલી ગ્રાહક મોકલી છટકું ગોઠવ્યું હતું અને બહારથી યુવતીઓને બોલાવી ગ્રાહકોને શરીર સુખની સગવડ કરી આપતા અને સિરામિક સિટીમાં જ રહેતા રાજેશ સવજી કુગશીયા અને જયશ્રી ચંદુ રાઠોડ નામના પતિ-પત્નીને ઝડપી લીધા હતા તેઓ પાસેથી 39 હજાર રોકડ, ૩ મોબાઈલ મળી કુલ રૂ52,000નો મુદામાલ જપ્ત કર્યો હતો.બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ યુગલ કેટલા સમયથી આ ગોરખધંધો ચલાવતા હતા. તેમની સાથે અન્ય કોણ કોણ આ ધંધામાં કોની કોની સંડોવણી તે અંગે પણ પી.આઈ વિરલ પટેલે વધુ તપાસ હાથ ધરી હતી.

,મુખ્ય તસ્વીર -પ્રતિકાત્મક

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,590SubscribersSubscribe

TRENDING NOW