અમરેલી જિલ્લાના દામનગરમાં તાબાના હજીરાધાર ગામની ઈલાબેન ધર્મેશભાઈ નામની પરણીતાને રાહુલ ઉર્ફે લાલજી અશોક સોલંકી નામના એક યુવાન સાથે પ્રેમ સબંધ હોવાથી અવાર નવાર ફોન કરી પરણીતા સાથે વાતચીત કરતો હતો તેમજ એક બીજાને મળવા પણ જતા હતા. જે અંગેની જાણ પરણીતાના પતિ ધર્મેશને થતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં પતિએ પ્રેમી રાહુલને ફોન કરી તેને ત્યાંથી લઇ જવાનું કહી ઘરે બોલાવ્યો હતો.જયારે યુવાન ઘરે આવ્યો ત્યારે ધર્મેશ,તેના પિતા ધીરુભાઈ અને માતા સંગીતાબેન ત્રણેયે મળી હોકી અને ધોકા વડે માર માર્યો હતો આ દરમિયાન યુવાને ફીનાઇલ પી લેતા ગંભીર હાલતમાં દામનગરની હોસ્પીટલમાં દાખલ કર્યો હતો જ્યાંથી વધુ સારવાર માટે અમરેલી સિવિલમાં રીફર કરવામાં આવ્યો હતો બનાવ અંગે પોલીસે યુવકની ફરિયાદ આધારે તમહિલા સહીત ત્રણ આરોપી વિરુધઘ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
તસ્વીર પ્રતીકાત્મક