ક્યારેય એવા કેસ બને છે જ્યારે ફરિયાદી એવી ખોટી વાર્તા બનાવે છે કે, માન્યમાં ન આવે. સંબંધોની હત્યાના કેસ સમાજમાં દિવસે દિવસે વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો જૂનાગઢમાંથી સામે આવ્યો છે. જેમાં એક પત્નીએ પોતાના પતિની હત્યા કરી છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં ચુનાભઠ્ઠી વિસ્તારમાં બે દિવસ પહેલા એક નિવૃત શિક્ષક પર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હોવાનો કેસ બન્યો હતો. હત્યાના કેસમાં હવે રહસ્યો ખુલ્યા છે. પોલીસ પ્રાથમિક તપાસમાંથી એવી વિગત મળી હતી કે, અજાણ્યા કોઈ શખ્સોએ એના પર હુમલો કર્યો હશે. પણ પોલીસ તપાસમાંથી જાણવા મળ્યું હતું કે, નિવૃત શિક્ષક બિપિનભાઈ પર હુમલો કરનાર બીજું કોઈ નહીં પણ એમની પત્ની જ છે. આ વિગત સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.
પછી પત્નીએ એના પતિ પર ખોટી રીતે હુમલો થયાની વાર્તા પોલીસ સામે બનાવી હતી. આરોપીની ધરપકડ આ કેસમાં જૂનાગઢ પોલીસે કરી લીધી છે. એકલતાનો ગેરલાભી ઊઠાવીને પતિની હત્યા કરવાના ઈરાદાથી આ હુમલો કર્યો હતો. પોલીસ પૂછપરછમાંથી એવું જાણવા મળ્યું છે. પછી પત્નીએ કોઈ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાની વાર્તા પોલીસને કહી હતી. પોલીસને શરૂઆતથી જ આ કેસમાં ફરિયાદ થઈ ત્યારથી આશંકા હતી. પણ સચોટ કોઈ કડી મળતી ન હતી. મહિલાની આકરીઢબે પોલીસે પૂછપરછ કરતા આ રહસ્ય ખુલવા પામ્યું છે. પત્નીએ પતિની હત્યા કરીને લોહીવાળી કુહાડી પાણીથી ધોઈ નાંખી હતી. હવે મહિલાને પકડીને કાયદેસરના પગલાં લેવાયા છે. પોલીસને પ્રાથમિક રીપોર્ટ મળ્યા હતા કે, જ્યારે નિવૃત શિક્ષક બિપિન પંડ્યા પોતાના ઘરે હતા ત્યારે બે અજાણ્યા શખ્સોએ એના પર હુમલો કરી દીધો હતો. આરોપી મહિલા પૂજા ઉર્ફે સ્વાતિ પંડ્યા હોવાનું સામે આવ્યું હતું. જે બિપિન પંડ્યાની પત્ની છે. પછી તે સ્વાતિ પોતે જ ફરિયાદી બનીને પોલીસ પાસે ગઈ હતી. પોતાના પતિ પર હુમલો થયો છે એની ફરિયાદ કરી હતી.
પોલીસ પૂછપરછમાં સ્વાતિ ભાંગી પડી હતી. સ્વાતિએ કહ્યું કે, પતિ એને ખૂબ માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. તા.9 ઑક્ટોબરના રોજ જ્યારે વહેલી સવારે જ્યારે તે ઊંઘમાં હતો ત્યારે પત્ની એના પર કુહાડી લઈને તૂટી પડી હતી. પોતે પતિની હત્યા કરી છે એવી કબૂલાત કરી હતી. ઘા માર્યા બાદ પત્નીએ માની લીધું કે, પતિનું મોત થયું છે. પછી પોલીસને ગેરમાર્ગે દરોવા માટે પતિ પર હુમલો થયાની વાર્તા કરી હતી. રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં આ નિવૃત શિક્ષકની સારવાર ચાલી રહી છે. પોલીસે હત્યા કરવા માટે ઉપયોગમાં લેવાયેલી કુહાડી પણ જપ્ત કરી લીધી છે.