IPL2021 હવે પોતાના અંતિમ તબક્કામાં છે. આ ટુર્નામેન્ટમાં જુદા જુદા દેશના ખેલાડીઓ અલગ અલગ ટીમમાંથી રમીને પોતાની ક્રિકેટ કેરિયરમાં વધારો કરી રહ્યા છે. કોઈ રેકોર્ડ બનાવે છે તો કોઈના રેકોર્ડ તૂટે છે. આવનારા સમયમાં સમગ્ર ટુર્નામેન્ટ પૂરી થઈ રહી છે. બીજા તબક્કાના મેચ પૂર્ણ થઈ ગયા છે. હવે સૌની નજર પ્લેઓફ પર છે. પણ ટીમ ઈન્ડિયા માટે રમનાર એક દિગ્ગજ ક્રિકેટર એવો પણ છે જેનું કેરિટર આ ટુર્નામેન્ટ પૂરી થઈ જતા ખતમ થઈ શકે છે.
કેટલાક એવા પણ ખેલાડી છે. જે દેશની ટીમમાંથી બહાર થયા બાદ આ ટુર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. પછી એમને હેતું ફરી દેશની ટીમમાં સ્થાન લેવાનો રહ્યો છે. ટુર્નામેન્ટની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમનારા કેદાર જાધવ માટે ક્રિકેટમાં આ કેટલાક દિવસો ખાસ રહ્યા નથી. તેણે ગત વર્ષે ફેબ્રુઆરીમાં ટીમ ઈન્ડિયા માટે પોતાની અંતિમ મેચ રમી હતી. કેપ્ટન કોહલી હવે એને ટીમમાં લેવા માટે પસંદ કરતા નથી. સતત કંગાળ પ્રદર્શન ટીમ ઈન્ડિયા તરફથી રમીને કરનાર ખેલાડી કેદાર જાધવ આ ટુર્નામેન્ટની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે પણ કંઈ ખકાસ કરી શક્યો નથી. ગત વર્ષે ચેન્નઈ સુપરકિંગ્સે એને ડ્રોપ કરી દીધો હતો.ટુર્નામેન્ટની અંતિમ મેચમાં એને ડ્રોપ કરી દેવામાં આવ્યો છે. એ પછી હૈદરાબાદની ટીમમાં સ્થાન મળ્યું હતું. આવું જ રહ્યું તો આવતા વર્ષે ભાગ્યે જ કોઈ ટીમ એને ખરીદશે. હવે આ ટીમ પણ એને ડ્રોપ કરવાના મુડમાં છે. કેદારની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદે આ વર્ષે પણ કંગાળ પ્રદર્શન કર્યું છે. સૌથી વધારે ખરાબ પર્ફોમન્સ એનું રહ્યું છે.14 મેચમાંથી 11 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પ્લેઓફની રેસમાંથી પણ આ ટીમ બહાર થઈ ચૂકી છે.
આ ટુર્નામેન્ટમાં પહેલી વખત એવું બન્યું છે કે, જ્યારે હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. આ ટીમના કોઈ ખેલાડીએ એવું પ્રદર્શન નથી કર્યું જેના વખાણ કરી શકાય. જ્યાં સુધી મહેન્દ્રસિંહ ધોની ટીમનો કેપ્ટન હતો ત્યાં સુધી કેદારનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. બેટિંગમાં પણ એ તોફાની પુરવાર થયો છે. ક્યારેક મોટી વિકેટ ખેરવવામાં પણ સફળ થતો હતો.