મહાનગરમાંથી હત્યાની ઘટનાઓ વધી રહી છે. જેના મોટાભાગના કેસમાં ઘરકંકાસનો મામલો હોવાનું જોવા મળે છે. અમદાવાદના વટવા વિસ્તારમાં શેતાન સાળાએ પોતાના બનેવીની હત્યા કરીને એને બહેનના ઘર પાસે ફેંકી દીધો હતો. લોહી નીતરતી સ્થિતિમાં બનેવીનું મોત નીપજ્યું છે. બનેવીની હત્યા કરી એ પાછળનું ચોંકાવનારૂ કારણ જાણવા મળ્યું છે. થોડા દિવસ પહેલા બહેને ભાઈને કહ્યું હતું કે, તારા બનેવી પૈસા માટે ઝઘડા કરે છે. આ વાત સાળાના મનમાં ઘર કરી ગઈ હતી. જેના કારણે સાળાએ પોતાના બનેવીની હત્યા બહેનને વિધવા કરી દીધી છે.
પોલીસે આ સાળાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસ સુત્રોમાંથી વિગત મળી છે કે,વટવા વિસ્તારમાં રહેતા રંજનબેન સુરેશ મારવાડીનો પતિ સુરેશ મારવાડી પૈસા અંગે પત્ની સાથે તકરાર કરતો હતો. રંજનબહેને ફરિયાદ કરી હતી કે, કોઈ એના ઘર પાસે પતિને લોહી નીરતી સ્થિતિમાં ફેંકી ગયું. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, રંજનબહેનનો ભાઈ મુકેશ ડાભી બનેવીની હત્યા કરીને, છરીના ઘા મારીને એને બહેનના ઘર પાસે છોડી ગયો હતો. રંજનબહેને મુકેશને ફરિયાદ કરી હતી કે, સુરેશ મારવાડી પૈસાને લઈને માથાકુટ કરે છે. મુકેશે પણ સમજાવવા માટે પ્રયત્ન કર્યો હતો. મુકેશે પણ પૈસાને લઈને સુરેશને વાત સમજાવી હતી. પછી બંને વચ્ચે પણ બોલાચાલી થઈ હતી. આ દરમિયાન મુકેશે કહ્યું કે, મારી બહેન સાથે કેમ ઝઘડા કરે છે. પછી પોતાની પાસે રહેલી છરીના ઘા મારીને એની હત્યા કરી નાંખી હતી. આ મામલે પોલીસે મુકેશની ધરપકડ કરીને કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.