હળવદ તાલુકામાં કાયદો અને વ્યવસ્થા કથળી જતાં રેન્જ આઈજીએ હળવદ પોલીસ મથકની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ પીઆઈ, પીએસઆઈ સહિત ૧૦ બદલી અને ૪ પોલીસ જવાનો સસ્પેન્ડ થતાં તાલુકામાં મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે અને હજુ પણ વધુ ધરખમ ફેરફારો થવાના એંધાણ છે ત્યારે હવે હળવદનો કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે નવા ઈન્ચાર્જ પીઆઈ અને પીએસઆઈની કામગીરી કેવા પ્રકારની રહેશે તે જોવું રહ્યું.
હળવદમા થોડાં સમય પહેલાં મોરબી એલસીબી પોલીસે શિરોઈ પાસેથી ૧૬ ગેસના ચુલા સાથે દેશીદારુનો આથો મોટા પ્રમાણમાં ઝડપી લીધો હતો તો સાથે જોગડમા સામસામે હત્યા,દીઘડીયાની સીમમાં હત્યા અને પોલીસ મથકમાં આત્મહત્યા, જીઆઈડીસી વિસ્તારમાં હત્યા જેવા ગંભીર ગુનામાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવા જણાય રહ્યું હતું તો હળવદ પોલીસનો સર્વેલન્સ સ્કોવોડના ચાર જવાનો પર આકરા પગલા લેવાયા છે જેમાં ચારેય સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે તો સાથે કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કમાન સંભાળતા પીઆઈ પીએ દેકાવાડીયાની બદલી અને તેમની જગ્યાએ ઈન્ચાર્જ પીઆઈને હળવદ પોલીસ સ્ટેશનનુ કમાન સંભાળશે જ્યારે પીએસઆઇ પીજી પનારાની એસઓજી પીએસઆઈ તરીકે બદલી કરવામાં આવી છે ત્યારે હળવદમા ધરખમ ફેરફારો થવાની સંભાવના છે અને હળવદ પોલીસે કાયદો અને વ્યવસ્થાની બેજવાબદારી પુર્વક કામગીરી નિભાવતા ચાર સસ્પેન્ડ અને બદલીનો દોર શરૂ થયો છે ત્યારે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આખા પોલીસ મથકમા નવા પોલીસ જવાનો આવવાની શક્યતા છે.
સસ્પેન્ડ..
વિક્રમ સિહોરા
જયપાલસિહ ઝાલા
હરપાલસિહ રાઠોડ
યોગેશદાન ગઢવી
વિનેશભાઈ