ક્રિતિ બોલિવુડની એક અનોખી એક્ટ્રેસ છે. ક્યારેક ફેશન તો ક્યારેક એની સ્ટાઇલને કારણે ચર્ચાય છે. મીમી ફિલ્મમાં સારું પર્ફોર્મ કરીને છવાય ગઈ છે. પણ સફળતાના શિખર સુધી પહોંચવામાં એ દીપિકા અને કેટરીના કરતા પાછળ છે.
આદિત્ય રોય કપૂર અને દિશા પટનીની ‘મલંગ’ સૌથી પહેલા ક્રિતીને ઓફર થઈ હતી. પોતાના બીઝી શેડયુલ ને કારણે આ ફિલ્મ ને ના પડવી પડી. એ વખતે એ ‘પાણીપત’ અને ‘હાઇસ્કૂલ 4’ માં શૂટિંગ કરી રહી હતી. હવે કહો કે, ‘મલંગ’ હિટ ગઈ કે ‘પાણીપત.’
હસીન ‘દિલરૂબા’ ભલે તાપસી પન્નુંની દમદાર ફિલ્મ રહી હોય પણ આ ફિલ્મ પણ પહેલા ક્રિતિ ને ઓફર થઈ હતી. આનંદ રાયે આ ફિલ્મ વિશે પહેલા ક્રિતિને વાત કહી હતી. બોલ્ડ સીનને કારણે ક્રિતિ એ આ ફિલ્મને ના કહી દીધી. હવે કહો કે ક્રિતિ એના ઘણા આઉટફીટ સેક્સી નથી લાગતી.
હાફ ‘ગર્લફ્રેન્ડ’ શ્રદ્ધા માટે આઇકોનિક સાબિત થઈ. આ ફિલ્મ પણ ક્રિતિ સેનનને મળે એમ હતી. એ વખતે એ ‘રબતા’ ફિલ્મનું શૂટિંગ પૂરું કરી રહી હતી. હવે અક્ષય સાથે ફિલ્મ કરવાની કોણ ના પાડે? પણ ક્રિતિ એ પાડી. એમી જેક્સન પહેલા આ ‘સિંગ ઇઝ બ્લિંગ’ ક્રિતિ ને ઓફર થઈ હતી. પ્રોજેક્ટમાં મોડું કરવાને કારણે પછી એનું નામ પડતું મૂક્યું. હવે એને અક્ષય સાથે કામ ન કર્યાનું દુઃખ છે.