–
થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓની રક્તની વારવાર જરૂરિયાત પડતી હોય છે, અને આજના સમયમાં લોકોમાં રક્તદાન અંગેની જાગૃતિ ઓછી હોવાથી આવા દર્દીઓને લોહી મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે દર્દીઓને પડતી આ મુશ્કેલી સમજી રાજકોટના બે યુવા ભાઈઓએ પોતે પણ રક્તદાન આપી અને લોકો પણ પોતાના જન્મદિવસે રક્તદાન કરે તે માટે લોકોમાં જાગૃતિ જગાવવાની સાથે લોકોને રક્તદાન કરતા પણ કર્યા હતા.
રક્તદાન દર્શનભાઈ 2002 કોલેજમાં હતા ત્યારથી રક્તદાનની શરૂઆત કરી હતી આજ દિન સુધીમાં તેઓએ ૩૬ વખત રક્તદાન કરી ચુક્યા છે. છેલ્લા ૫ વર્ષથી રક્તદાન કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી છે.દર્શનભાઈ થેલેસેમિયા ગ્રસ્ત લોકોને લોહી મળી રહે તે માટે સ્માઈલ ફાઉન્ડેશનના નામથી સંસ્થા પણ ચલાવે છે. દર્શનભાઈની માફક તેમના ભાઈ મંથનભાઈ જોષી પણ રક્તદાન જાગૃતિ માટે છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે તેઓએ રાજકોટ અને મોરબીમાં યુવા આર્મીના નામથી એક સંસ્થા ચલાવે છે અલગ અલગ સમાજિક સેવા પણ કરે છે ૩૦૦ લોકોની ટીમ રાજકોટ શહેર તેમજ મોરબી શહેર રક્તદાન અને અન્ય સેવાકીય પ્રવુતિ કરે છે
પોતાની કામગીરી અંગે મંથનભાઈએ જણાવ્યું હતું.કે,મોરબીના પિયુષભાઈ બોપ્લીયા સાથે મળી આ યુવા આર્મી નામથી ગ્રુપ ચલાવે છે બ્લડ વેસ્ટ ન જાય તે માટે તેઓ બ્લડ ડોનેશન કેમ્પ કરતા નથી પણ દર મહિના બન્ને શહેરમાં તેમની ટીમના યુવાનો જરૂરિયાત મંદ લોકોને સીધા બ્લડની વ્યસ્થા કરી આપે છે. અને મહીને 60થી 70 બોટલ રક્ત દાન થાય છે.મંથનભાઈ લોકોને વધુને વધુ રક્તદાન કરવા અપીલ કરે છે તેઓ જણાવે છે કે રક્ત કોઈ ફેકટરીમાં નથી બની શકતું .જેથી જરૂરિયાત મંદ લોકોને રક્તદાન થકી જ બ્લડ મળી શકે છે અને રક્તદાન કરવાથી કોઈ અશક્તિ આવતી નથી માત્ર ૩ મહિનામાં ફરી બીજીવાર રક્ત દાન કરી શકાય તેટલું રક્ત શરીર ઉત્પન્ન કરી લે છે.