HomeGujaratCentral Gujaratઆ તારીખે PM મોદી ગુજરાત આવશે, તખ્તો ગોઠવાયો, રાજ્યના રાજકારણમાં શું થશે...

આ તારીખે PM મોદી ગુજરાત આવશે, તખ્તો ગોઠવાયો, રાજ્યના રાજકારણમાં શું થશે અસર

આગામી તા.31ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવે તેવી પુરી શક્યતાઓ દેખાઈ રહી છે. વડાપ્રધાનની આ મુલાકાતથી રાજકીય આલમમાં પણ નવજુનીના એંધાણ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

તા.31મી ઓક્ટોબરે લોખંડી પુરુષ સરદાર પટેલનો જન્મ દિવસ છે. તે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી શકે છે. તે માટેનો તખ્તો પણ ગોઠવી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી કેવડિયાની મુલાકાત લેશે અને વિવિધ યોજનાઓનું ખાતમૂહુર્ત કરે એવી શક્યતા છે. આ અંગેનો સત્તાવાર કાર્યક્રમ હજુ જાહેર થયો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થોડા દિવસો પહેલા જ મુખ્યમંત્રી પદેથી વિજયભાઈ રૂપાણીને હટાવી તેમના સ્થાને ભુપેન્દ્ર પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારબાદ નવા વરાયેલા મુખ્યમંત્રીએ રૂપાણીકાળમાં મંત્રી રહેલા નેતાઓને ઘરભેગા કરી નવા મંત્રી મંડળની રચના કરતા અનેક નેતાઓમાં અંદરખાને રોષ પ્રગટ્યો છે. ત્યારે વડાપ્રધાન મોદીની આ મુલાકાતમાં નારાજ નેતાઓના કલાસ પણ લેવાઈ શકે તેવું રાજકીય પંડિતો માની રહ્યાં છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW