પેપ્સિકોના પૂર્વ ચેરપર્સન અને સીઈઓ ઈન્દ્રા નુયીએ કહ્યું કે, તેણીએ ક્યારેય પગાર વધારાની માંગ નથી કરી, તેને તે સારૂ ના લાગ્યું. તેણીએ વધુમાં જણાવ્યું છે કે, આ વાતની કલ્પના પણ નથી કરી શકતી કે જેના માટે કામ કરો છો તેને કહે કે મારો પગાર સંતોષકારક નથી.
12 વર્ષ સુધી પેપ્સિકોનું નેતૃત્વ કરનારી 65 વર્ષીય નુયીએ 2018માં ફુડ અને બેવરેજીસ કંપનીના સીઈઓની પોસ્ટની નોકરી છોડી દીધી હતી. તેણીએ માઈ લાઈફ ઈન ફુલ નામથી એક પુસ્તક લખ્યું છે. ચેન્નાઇમાં જન્મેલી નુયીએ મદ્રાસની ક્રિશ્ચિયન કોલેજમાંથી ગ્રેજ્યુએન કર્યું અને માસ્ટર ડિગ્રી માટે અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં જતા પહેલા IIM કોલકાતામાં મેનેજમેન્ટનું ભણ્યું.
નુયીએ એક ઈન્ટરવ્યુમાં આ અંગેના એક સવાલના જવાબમાં તેણીએ જણાવ્યું છે કે, મને લાગે છે કે હું આવી જ છું. મેં ક્યારેય પગાર વધારવાની માગ નથી કરી. જ્યારે તેણીને પુછવામાં આવ્યું કે શા માટે ક્યારેય પગાર વધારાની માગ નથી કરી તો તેણીએ જણાવ્યું કે, મને નથી ખબર, મને આ અટપટુ લાગે છે. હું તે કલ્પના પણ નથી કરી શકતી કે હું જેના માટે કામ કરૂ છું તેનું કહું કે મને મળનારા પગારમાં સંતોષ નથી. હું અને મારા પતિ આ અંગે ઘણી વાતો કરીએ છીએ કે તે કહે છે કે, આપણે જેટલું ધાર્યું હતું તેના કરતા પૈસા ઘણા વધારે છે. એ માટે તેને ભૂલી જાઓ. તે પણ આવા જ છે. તેણીએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 2017માં તેણીનો પગાર આશે 3.1 કરોડ ડોલર હતો.