બનાસકાંઠા જિલ્લાના ડીસા-પાલનપુર હાઈવે પર એક સાથે ચાર વાહનો અથડાયા છે. જેમાં રિક્ષાનું પડીકું વળી ગયું છે. ડીસા-પાલનપુર હાઈવે પર ભોયણ ગામ નજીક બે ટ્રક સામસામે અથડાતા વચ્ચે રિક્ષા આવી ગઈ હતી. અકસ્માતને પગલે બંને ટ્રકમાં એકાએક આગ લાગી ગઈ હતી. ડ્રાઈવર અને રિક્ષામાં પેસેન્જર ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. બનાસકાંઠા હાઈવે પર બે ટ્રક સામસામે અથડાતા, વચ્ચે રિક્ષા આવી જતા રિક્ષાનો કુડચો બોલી ગયો છે. જ્યારે બે ટ્રકમાં આગ લાગી ગઈ છે.
આ અકસ્માતની જાણ ડીસા પોલીસ તથા ફાયર વિભાગને થતા ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગને કાબુમાં લેવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં ત્રણથી વધારે વ્યક્તિઓ આગમાં જીવતા ભૂંજાયા હોવાના રિપોર્ટ મળ્યા છે. આ ગોઝારી ઘટનામાં 2 લોકો જીવતા બળી ગયા છે. ડીસા-પાલનપુર હાઇવે પર બે ટ્રક, રિક્ષા અને ઇકો કાર વચ્ચે ગોઝારો અકસ્માત થયો છે. બંને ટ્રકોમાં આગ લગતા હાઇવે પર અફરતફરીનો માહોલ સર્જાયો છે.