દેશનો સૌથી મોટો આઈપીઓ જલ્દી જ આવનારો છે. દરેક લોકો આ આઈપીઓમાં પૈસા લગાવવા માંગે છે. વિદેશી રોકાણકારો પણ ભારતની સૌથી મોટી વીમાકંપની LICમાં પૈસા લગાવવા માંગે છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે એલઆઈસીમાં 20 ટકા જ વિદેશી રોકાણને મંજૂરી મળી શકે છે.
કેન્દ્ર સરકાર એલઆઈસીમાં વિદેશી રોકાણકારોને 20 ટકા સુધીના રોકાણને મંજૂરી દેવાના પ્રસ્તાવ ઉપર વિચાર કરી રહી છે. આ પ્રસ્તાવને સરકાર તરફથી લીલીઝંડી મળતાની સાથે જ વિદેશી રોકાણકારોને એલઆઈસીના આઈપીઓમાં રોકણ કરી શકશે.
જો કે અત્યારે આ અંગેના કોઈ પણ નિર્ણય ઉપર નાણામંત્રાલય દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પરંતુ સરકાર આ પ્રસ્તાવ ઉપર વિચાર કરી રહી છે. પ્રસ્તાવમાં જણાવ્યા પ્રમાણે સરકાર એફડીઆઈના નિયમોમાં સંશોધન કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, મોટાભાગની વિમાકંપનીઓમમાં 74 ટકા ભાગ પ્રત્યક્ષ વિદેશી રોકાણ એટલે કે FDIને મંજૂરી છે. પરંતુ આ નિયમ એલઆઈસી ઉપર લાગુ થઈ શકતો નથી. સરકાર વિનિવેશના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે LICનો આઈપીઓ ચાલુ નાણાકીય વર્ષમાં લોન્ચ કરવાની તૈયારીમાં લાગી ગયા છે.