ભારતીય ટીમના કોઈ પણ બેટ્સમેનના નામે કોઈ મોટી સિદ્ધિ લખાયેલી છે. આ યાદીમાં હવે વધુ એક નામ ઉમેરાઈ ગયું છે. T20 ક્રિકેટ ફોર્મેટથી ખેલાડીઓએ અનેક એવા અસાધારણ કહી શકાય એવા રેકોર્ડ બનાવ્યા છે. એ પછી વિરાટ કોહલી હોય કે મહેન્દ્રસિંહ ધોની. પણ જ્યારે હિટમેનની વાત કરવામાં આવે ત્યારે રોહિત શર્માની ઓળખ કંઈક અલગ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન રોહિત શર્માએ IPL 2021માં સિક્સનો મોટો રેકોર્ડ બનાવ્યો છે. IPL2021 ટુર્નામેન્ટની 51મી મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમ સામે પાવરફૂલ બેટિંગ કરી હતી. જેના કારણે રાજસ્થાન રોયલ્સ ટીમના બોલર હાંફી ગયા અને ટીમને મોટી નિષ્ફળતા મળી. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં 13 બોલમાં 22 રન કર્યા છે. તેમણે પોતાની ઈનિંગ દરમિયાન સિક્સર અને ચોગ્ગાની તોફાની બેટિંગ કરી છે.

પોતાની ઈનિંગ્સ દરમિયાન રોહિત શર્મા એ બે જબરદસ્ત સિક્સરની મદદથી તેમણે એક મોટો રેકોર્ડ બનાવી દીધો છે. કોઈ ભારતીય ખેલાડીએ આ પહેલા આવી સિદ્ધિ મેળવી શક્યો નથી. T20 ક્રિકેટ ફોર્મેટમાં કોઈ ભારતીય ખેલાડી આ સિદ્ધિ સુધી પહોંચી શક્યો નથી. રોહિત શર્મા ધ હિટમેને T20 ક્રિકેટમાં 400 સિક્સ મારી દીધી છે. આ ફોર્મેટમાં 400 સિક્સ ફટકારનાર તે પહેલો ભારતીય ખેલાડી બન્યો છે. આમ તેમણે એક મોટો ઈતિહાસ બનાવી દીધો છે. T20 કેરિયરમાં રોહિત શર્માની આ એક મોટી સિદ્ધિ છે. T20 ક્રિકેટમાં 400 સિક્સનો આંકડો સ્પર્શ કરનાર આમ તો દુનિયાનો સાતમનો ખેલાડી છે. સૌથી વધારે સિક્સ ફટકારવાના કેસમાં પહેલા ક્રમે T20 ક્રિકેટમાં ક્રિસ ગેલ છે. જેણે અત્યાર સુધીમાં કુલ 1042 સિક્સ ફટકારી દીધી છે. ત્યાર પછી કિરોન પોલાર્ડ આ યાદીમાં બીજા ક્રમે રહ્યો છે. જેણે 758 સિક્સ ફટકારી છે. જ્યારે આંદ્રે રસેલ તથા કિરોન પોલાર્ડ 510 સિક્સ સાથે ત્રીજા ક્રમે રહ્યો છે. રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમમાંથી T20 ફોર્મેટમાં સૌથી વધારે સિક્સર ફટકારનાર ખેલાડી રહ્યો છે. આ ક્રમમાં બીજા સ્થાને ભારતીય ખેલાડી સુરેશ રૈના રહ્યો છે. જેણે અત્યાર સુધીમાં કુલ 325 સિક્સર ફટકારી છે. ભારતીય ક્રિકેટ ટીમમાંથી લિમિટેડ ઓવરમાં-નાના ફોર્મેટમાં સૌથી વધારે સિક્સર લગાવનાર ખેલાડી તરીકે વિરાટ કહોલી ત્રીજા ક્રમે છે.