ભારતની સૌથી પ્રસિદ્ધ સીરીયલ એવી રામાયણનું પાત્ર ભજવી પોતાના અભિનય થકી અનોખી ઓળખ ઉભી કરનાર 300થી વધુ ગુજરાતી ફિલ્મમાં અભિનય કરનાર અરવિંદ ત્રિવેદીનું આજે 83 વર્ષે તેમના નિવાસ સ્થાને અવસાન થયું છે.આ અંગેના સતાવાર જાહેરાત તેમના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ મીડિયામા જાહેરાત કરી હતી. આ પહેલા અનેક વાર સોશ્યલ મીડિયામાં પરદા પરના રાવણના મોત અંગે સમાચાર ફરતા હતા.
અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્યપ્રદેશના ઉજેજ્નમાં થયો હતો. તેઓનું મૂળ વતન ઇડરનું કુકડીયા ગામ છે.તેમણે અભિનયની શરૂઆત ગુજરાતી નાટકથી કરી હતી.અરવિંદ ત્રિવેદીએ સંતુ રંગીલી,હોથલ પદમણી,કુંવરબાઈનું મામેરું,જેસલ તોરલ, દેશ રે જોયા દાદા પરદેશ જોયા જેવી ૩૦૦ ગુજરાતી ફિલ્મમાં અભિનય કર્યો હતો.આ ઉપરાંત પરાયા ધન,આજકી તાજા ખબર જેવી હિન્દી ફિલ્મમાં પણ અભિનય કર્યો હતો.
અભિનયના પરદા પર પોતાની ભૂમિકા ભજવનાર અરવિંદ ત્રિવેદીએ રાજકરણના મંચમાં પણ પોતાનુ યોગદાન આપ્યું હતું અરવિંદ ત્રિવેદી 1991 થી 1996 દરમિયાન સાંસદ પણ રહી ચુક્યા છે. છેલ્લા લાંબા સમયથી તેઓ તમામ પ્રકારની કામગીરી માંથી નિવૃત થઈ ગયા હતા. અરવિંદ ત્રિવેદીને અભિનય ક્ષેત્રમાં ભજવેલી ભૂમિકા બદલ તેઓનું અનેક વખત સન્માન કરવામાં આવ્યું છે.