Sunday, March 23, 2025
HomeGujaratSaurashtra Kutchhસૌરાષ્ટ્રકચ્છમાં વીજ સમસ્યાનો ઉકેલ હવે માત્ર એક કોલ પર થઈ જશે,કોલસેન્ટર થયુ...

સૌરાષ્ટ્રકચ્છમાં વીજ સમસ્યાનો ઉકેલ હવે માત્ર એક કોલ પર થઈ જશે,કોલસેન્ટર થયુ કર્યરત

કાર્યપાલક ઇજનેરના વડપણ હેઠળ ગ્રાહક ફરીયાદ નિવારણ કેન્દ્ર માટે 66નો સ્ટાફ ફાળવાયો

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડે સૌરાષ્ટ્ર અને કચ્છના 12 જિલ્લાઓને આવરી લેતું ગ્રાહક ફરીયાદ નિવારણ કેન્દ્ર શરૂ કર્યું છે.કોર્પોરેટમાં જેમ ફરિયાદ લેવા અને તેના ઉકેલ બાદ ફીડબેક ફેસેલીટી ઉભી કરવામાં આવી છે. 48 જુનીયર આસીસ્ટન્ટ, 16 જુનીયર ઇજનેર, 1 નાયબ કાર્યપાલક ઇજનેર તથા 1 કાર્યપાલક ઇજનેરને ગ્રાહક ફરીયાદ નિવારણ કેન્દ્રની કામગીરી સોંપવામાં આવેલ છે. ત્રણ શિફટમાં જિલ્લાવાર ગ્રાહકોની ફરીયાદ નોંધી સબંધિત પેટા વિભાગ / વિભાગના ફોલ્ટ સેન્ટરને જાણ કરી કામ પૂર્ણ થયે રજુઆત કરતા સાથે કન્ફર્મ કરી ફિડબેક મેળવી ફરીયાદ પૂર્ણ કરવાની કાર્યપધ્ધતિ અપનાવશે.


કંપનીના મેનેજિંગ ડિરેકટર ધીમંતકુમાર વ્યાસે ગ્રાહકોને મુશ્કેલી બાબતે ઉપરોકત વ્યવસ્થાનો ઉપયોગ કરવા અપીલ કરી છે. સાથે પીજીવીસીએલ દ્વારા વિજ ગ્રાહકોને વધુ સારી અને કાર્યક્ષમ સેવા પૂરી પાડી શકાય તે માટે ફરીયાદ કરવા માટેના ટોલ ફ્રી નંબર, વોટસએપ નંબર, જિલ્લા મુજબ નંબર તેમજ અધિકારીઓના નંબરની યાદી આ સાથે સામેલ છે.

પશ્ચિમ ગુજરાત વિજ કંપની લીમીટેડે વિજ ગ્રાહકોની ફરીયાદની નોંધણી અને તેના નિવારણની વ્યવસ્થા માટે મધ્યસ્થ ગ્રાહક ફરીયાદ નિવારણ કેન્દ્ર રાજકોટ ખાતે કાર્યરત કરી છે. વિજ ગ્રાહકોને વધુ સારી અને કાર્યક્ષમ સેવા પૂરી પાડી શકાય તે માટે પશ્ચિમ ગુજરાત વિજ કંપની લીમીટેડ દ્વારા વિજ કંપનીના કર્મચારીઓની નિમણુક કર્યા બાદ આ સેવા શરૂ કરી છે. ગ્રાહકોને ટોલ ફ્રી નંબર 19122 તથા 1800 233 155333 અને વોટસએપ નંબર 7512019122 પર ફરીયાદ નોંધાવી શકે છે.આ ઉપરાંત જિલ્લા મુજબ ફરીયાદ નોંધાવવા માટે નીચે જણાવેલ મોબાઇલ નંબર પર સંપર્ક કરવો.જરૂર

RELATED ARTICLES

Connected us

21,450FansLike
50,117FollowersFollow
2,670SubscribersSubscribe

TRENDING NOW