સુરત શહેરના ઉધનામાં વધી રહેલી નાની મોટી ચોરી અને લુંટની ઘટના અટકાવવામાં નિષ્ફળ ગયેલ સ્થાનિક પોલીસનો ગુસ્સો હવે શહેરીજનોમાં દેખાઈ રહ્યો છે. અને હવે લોકોએ આવા તત્વોને પાઠ ભણાવવાનું શરુ કરી દીધું છે.જોકે પાઠ ભણાવવામાં લોકો જાણે ક્રર્ર્તાની તમામ હદો વટાવી તાલીબાની સજા તરફ વધી રહ્યા હોય તેવી એક ઘટના સામે આવી છે.તાજેતરમાં સુરતના ઉધના વિસ્તારમાં આવેલ રાયકા સર્કલ પાસે એક શખ્સને લોકોએ મોબાઈલની ચોરી કરતા પકડી પાડ્યો હતો અને થાંભલા સાથે બાંધી ઢોર માર મારી અધમુઓ કરી નાખ્યો હતો. લોકોનો રોષ ઓછો ન થયો હોય તેમ શખ્સનું મુંડન કરી દેવાયું હતું બાદમાં લોકોએ આ શખ્સને પોલીસ હવાલે કરી દીધો હતો.પોલીસ આવે તે પહેલા લોકો આરોપીની પૂછપરછ કરતા તે સુરતના આશાપુરા નગરમાં રહેતા હોવાનું જણાવ્યું હતું અને તેણે જ મોબાઈલ ચોરી કર્યાની કબુલ કરી હતી.ચોરી કરતા શખ્સે ચોરી કરી એ ગંભીર ઘટના છે જોકે તેનાથી પણ મોટી ઘટના સ્થાનિકોનો કાયદા હાથમાં લેવાની ઘટના તરફ આંખ આડા કાન કરી ન શકાય તેને બાંધી તાલીબાની જેવી સજા આપવાની સતા કોણે આપી તે પણ એક સવાલ છે શું તેઓને પોલીસ પ્રસાશનની કામગીરી પર ભરોશો નથી તેવા પણ સવાલ ઉઠ્યા છે.
આ વિસ્તારમાં આવી ગેંગ સક્રિય હોવાની ચર્ચા
ઉધના વિસ્તારમાં ચેઈન સ્નેચિંગ,લુંટ ચોરીની ઘટનામાં મોટા પાયે વધારો થયો છે.અને આ ઘટના વધવા પાછળ એક મોટી ગેંગ સક્રિય હોવાની પણ ચર્ચા જાગી છે.પોલીસ આવી ગેંગની ઓળખ કરી વહેલી તકે જેલ હવાલે કરે તેવી વેપારીઓ અને સ્થાનિકોમાં માગ ઉઠી છે