Saturday, January 25, 2025
HomePoliticsગઢમાં ગાબડુંઃ સાણથલી અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસને મોટી સફળતા, ભાજપને ફટકો

ગઢમાં ગાબડુંઃ સાણથલી અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસને મોટી સફળતા, ભાજપને ફટકો

રાજકોટ જિલ્લામાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર તા.3 ઓક્ટોબરે મતદાન થયું હતું. જેનું પરિણામ હવે જાહેર થઈ ચૂક્યું છે. સૌરાષ્ટ્રમાં મજબુત મનાતા ભાજપ પક્ષને સીધો ફટકો પડ્યો છે. જ્યારે પંજાના હાથ ઊચા થયા છે. સાણથલી અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસના બે ઉમેદવારોએ મોટી જીત મેળવી છે. આ બંને બેઠક જસદણ તાલુકા અંતર્ગત આવે છે. આથી ભાજપે પૂર્વ કેબિનેટ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને સોંપવામાં આવી હતી. તેમાં બાવળિયા અસફળ પુરવાર થયા છે. જ્યારે કોંગ્રેસે મેદાન મારી લીધું છે.

રાજકોટ જિલ્લા પંચાયતની શિવરાજપુર બેઠકના સભ્યનું કોરોનાકાળમાં અવસાન થતા બેઠક ખાલી પડી હતી. ભાજપમાંથી છગન તાવીયા અને કોંગ્રેસમાંથી વિનુ મેણિયા ટક્કર થઈ હતી. ભાજપના છગન તાવીયાને 4868 મત મળ્યા છે. વિનુ મેણિયાને 5621 મત મળ્યા છે. કોંગ્રેસના શારદાબેન 235 મતથી વિજેતા થયા છે. ઉપલેટા નગરપાલિકામાં વોર્ડ નં.5ની પેટાચૂંટણીમાં કોંગ્રેસ મેદાન મારી ગઈ છે. કોંગ્રેસના મહિલા ઉમેદવાર દક્ષાબેન વેકરીયાને સારી એવી સફળતા મળી છે. ઉમેદવાર કૃણાલ સોજીત્રાને 885 મત મળ્યા છે અને દક્ષાબેનને 1098 મત મળ્યા છે. કૃણાલ સોજીત્રા ભાજપ અને દક્ષાબેન કોંગ્રેસમાંથી લડી રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,778FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW