અમદાવાદ,ગુરુવાર
ગુજરાતી સોશિયલ મીડિયાના કોમેડી કલાકાર ખજૂરભાઈ આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ છવાયા છે. આ વખતે તેઓ કોમેડી વીડિયોના કારણે નહીં પરંતુ સેવા કાર્યના કારણે ચર્ચામાં છે. કોમેડી સ્ટાર ખજૂરભાઈનું સાચુ નામ નિતિન જાની છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ હતી. જેને લઈ એક મહિનાથી નિતિન જાની અને તેમની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં સેવા આપી હતી. નિતિન જાનીના આ ભગીરથ કાર્યના કારણે લોકો તેમને ‘ગુજરાતના સોનું સુદ’ કહી રહ્યા છે.અત્યારસુધીમાં તેમણે પોતાના ખિસ્સામાંથી એક કરોડ જેટલી રકમની સહાય આપી છે..
હવે બધાને હસાવવાની સાથે સાથે 34 વર્ષના આ યૂટ્યૂબર વૃદ્ધો અને ગાયોની સેવા કરશે. મહુવા તાલુકાના રાણત ગામે જાનીદાદા ગૌશાળા અને જાનીદાદા વૃદ્ધાશ્રમનું ભૂમિપૂજન કરી તેમણે આ કાર્યનો પ્રારંભ કરી દીધો છે. આશરે 5 કરોડના ખર્ચે 3 વીઘા જમીન પર ગૌશાળા અને વૃદ્ધાશ્રમ નિર્માણ પામશે. નિર્માણ પામી રહેલા વૃદ્ધાશ્રમમાં 60 જેટલા રૂમ હશે, જ્યાં 500 જેટલા વૃદ્ધો રહી શકશે. ગૌશાળામાં 100 જેટલી ગાયો રાખવામાં આવશે.
કોરોનાકાળમાં જ તાઉ-તે વાવાઝોડું આવ્યું એ સૌરાષ્ટ્રવાસીઓ માટે પડ્યા પર પાટુ સમાન હતું. જોકે ભાણવડના વતની એવા નીતિન જાની વતન માટે કશુંક કરી છૂટવાની ભાવના સાથે પોતાની ટીમ સાથે સૌરાષ્ટ્રનાં ગામડાંમાં પહોંચી જાય છે. વૃદ્ધોની સેવા શરૂ કરી અને જોતજોતાંમાં 161 જેટલાં ઘર બનાવીને સમાજસેવક તરીકે ઊભરી આવ્યા

