નવી દિલ્હી, ગુરુવાર
તાજેતરમાં યોજાયેલા T20 વર્લ્ડ કપમાં શરમજનક પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. વિરાટ કોહલીએ પોતે T20 ફોર્મેટમાંથી કેપ્ટનશિપ છોડી દીધી હતી. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેમની પાસેથી ODI ટીમની કેપ્ટનશિપ પણ છીનવી લીધી છે. તમે તેને સ્નેચિંગ કહી શકો, કારણ કે કોહલી કેપ્ટનશિપ છોડવા તૈયાર નહોતો. જ્યારે BCCIએ પણ કોહલીને કેપ્ટનશિપ છોડવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો.
પીટીઆઈએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે કોહલી પહેલા જ ટી-20માંથી કેપ્ટનશિપ છોડી ચૂક્યો છે. આવી સ્થિતિમાં, બીસીસીઆઈએ તેને વનડેની કેપ્ટન્સીમાંથી પણ રાજીનામું આપવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો. બીસીસીઆઈની પસંદગી સમિતિ આ સમય સુધી કોહલીના જવાબની રાહ જોઈ રહી હતી. જવાબ ન મળવા પર તેણે 49માં કલાકમાં જ નિર્ણય લીધો અને ટી-20ની સાથે વનડે ટીમની કપ્તાની રોહિત શર્માને સોંપી દીધી.બોર્ડે આ નિર્ણય 2023માં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને લીધો છે. જો કે હજુ સુધી કોહલીનું કોઈ નિવેદન આવ્યું નથી. રિપોર્ટ અનુસાર, કોહલી 2023 વર્લ્ડ કપ સુધી કેપ્ટન રહેવા માંગતો હતો, પરંતુ પસંદગી સમિતિએ તેને આ તક આપી ન હતી. સમિતિએ આ નિર્ણય ત્યારે જ લીધો હતો જ્યારે ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી.

