HomeGujaratમકાન બતાવાનું છે એવું કહી શખ્સોએ વેપારીને કિડનેપ કર્યો,રૂ.9.30 લાખની ઉઘરાણી

મકાન બતાવાનું છે એવું કહી શખ્સોએ વેપારીને કિડનેપ કર્યો,રૂ.9.30 લાખની ઉઘરાણી

રાજકોટ સિટીમાં ઈમિટેશન જ્વેલરીના વેપારી પાસેથી પૈસા પડાવવા માટે બે શખ્સોએ એનું કારમાં અપહરણ કરીને રૂ.9.30 લાખની માંગ કરી છે. બાલાજી હોલ પાસે ઓમનગરમાં રહેતા હસમુખ રામજીભાઈ વિરાણીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કૃપાલસિંહ, જયદીપ અને તેની સાથે સંકળાયેલા શખ્સો સામે અપહરણ અને લૂંટની ફરિયાદ નોંધાવી છે. ઈમિટેશન જ્વેલરીની દુકાન ધરાવતા હસમુખભાઈની ફરિયાદ અનુસાર દુકાન પાસે રહેતા શામુબેન માદરિયા અને હસદાસ માદરિયા નામની મહિલાએ મકાન લીધું હતું.

શામુબેમનની દીકરી હંસાને કહેવાથી જમાઈ કૃપાલસિંહને મકાન ખીરીદીના રૂપિયા હપ્તે કરી રૂ.31 લાખ ચૂકવી દીધા હતા. તા. 20 નવેમ્બરના રોજ કૃપાલસિંહે દુકાને આવીને મિત્રનું મકાન સસ્તામાં વેચવાનું છે એવું કહીને તા. 23ના રોજ બપોરના સમયે કૃપાલસિંહ એની કાર લઈને મકાન જોવા માટે એમને કારમાં બેસડ્યા હતા. મકાન દેખાડી દીધા બાદ મેરી ગોલ્ડ ફ્લેટના 12 માળી બીજો ફ્લેટ જોવા માટે લઈ ગયા હતા. જયદીપ અને કૃપાલસિંહ વારંવાર બીજા રૂમમાં જઈને ચર્ચા કરતા હતા. પોતાને આશંકા જતા ઘરે જવાની વાત કહીને તેઓ નીચે ઊતરી ગયા હતા.

પછી કારમાં બેસી ગયા હતા. પછી બંનેએ કારને અવાવરૂ સ્થળે લઈ જઈને કાન પાછળ હથિયાર જેવું રાખીને પૈસાની માગ કરી હતી. પછી હાથ સેલોટેપથી બાંધી દીધા હતા. કૃપાલસિંહે કહ્યું હતું કે, અમારે ફેમિલી મેટર છે એટલે પૈસા અત્યારે જ આપવા પડશે. એ પછી ગાળો ભાંડીને જીવતો નહીં છોડવાની ધમકી આપી હતી. પછી પેન્ટના ખિસ્સામાંથી રૂ.12000ની રોકડ લઈને મોબાઈલ ઝૂંટવી લીધો હતો. પછી ફોન કરીને વધારે પૈસા મંગાવવાનું કહ્યું હતું. પછી મિત્રને રૂ.7.50 લાખની વધારે જરૂર હોવાનું કહેતા આપી દેવાની હા પાડી હતી. પછી સાળા પાસે વધારાની રકમ મંગાવી લીધી હતી.

આટલા પૈસા માગ્યા બાદ વધારે રૂ.2 લાખની માંગ કરી હતી. પછી મારી નાખવાની ધમકી આપતા અન્ય મિત્ર પાસેથી રૂ. 1 લાખ લઈને મોટાભાઈની પત્ની પાસેથી વધારાના રૂ.80,000 મંગાવ્યા હતા. પછી કૃપાલસિંહે મુક્ત કરી દેતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. પ્રાથમિક પૂછપરછમાં કૃપાલસિંહે આ પૈસા મકાનમાં વાપરી નાંખ્યા હોવાનું સામે આવ્યું છે. પછી સાસુને પૈસા આપવા માટે લૂંટનું કાવતરૂ ઘડ્યું હતું. આ કેસમાં પૈસા લેવા જનાર ધ્રુવિનની તપાસ કરવામાં આવશે.
(મુખ્ય તસવીરઃ પ્રતિકાત્મક)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW