HomeNationalકોચીમાં એક મૉડલ પર સામૂહિક દુષ્કર્મ, એકની ધરપકડ, મહિલા સહિત વધુ ત્રણ...

કોચીમાં એક મૉડલ પર સામૂહિક દુષ્કર્મ, એકની ધરપકડ, મહિલા સહિત વધુ ત્રણ લોકોની શોધખોળ હાથ ધરાઇ

કેરળ,મંગળવાર

   કેરળ પોલીસે કોચીમાં 25 વર્ષની મોડલ સાથે કથિત સામૂહિક દુષ્કર્મ સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ આ જ કેસમાં એક મહિલા સહિત વધુ ત્રણ લોકોને શોધી રહી છે. કોચીના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી પોર્ન બનાવતી ગેંગનો ભાગ છે, જેના દ્વારા અનેક એડલ્ટ સાઇટ્સને વીડિયો વેચવામાં આવે છે. ધરપકડ કરાયેલા આરોપીનું નામ સલીમ કુમાર છે અને તેની વિરુદ્ધ આઈપીસીની અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

   ઇન્ફોપાર્ક પોલીસે ગુનો નોંધી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે એક મહિલા વિરુદ્ધ અપરાધ અને ષડયંત્રને ઉશ્કેરવાના આરોપ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, મલપ્પુરમ સ્થિત મોડલ 28 નવેમ્બરે અહીં ત્રણ દિવસના ફોટોશૂટ માટે આવી હતી. તેણે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે તે અલપ્પુઝાના રહેવાસી સલીમ કુમારને પહેલાથી જ ઓળખતી હતી. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીએ 1 ડિસેમ્બરથી 3 ડિસેમ્બર દરમિયાન તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓએ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો અને તેનો ઉપયોગ પીડિતાને બ્લેકમેલ કરવા માટે કર્યો. તેણે આ વીડિયો લીક કરવાની ધમકી આપીને તેના પર ફરીથી દુષ્કર્મ આચર્યું હતું.

‘વાંધાજનક’ ફોટોશૂટનો ઇનકાર કર્યો
   પોલીસે જણાવ્યું કે આરોપીઓએ મહિલાના રહેવા માટે લોજની વ્યવસ્થા કરી હતી. ફરિયાદ અનુસાર, “શૂટના બીજા દિવસ પછી, ‘વાંધાજનક’ ફોટા અને વીડિયો શૂટ કરવાનો ઇનકાર કરવા બદલ આરોપીએ તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું. આરોપીઓએ તેણીને બ્લેકમેલ કરી કે તેઓ તેના ચિત્રો અને વિડિયો ઇન્ટરનેટ પર અપલોડ કરશે અને જો તેણી પોલીસમાં ફરિયાદ નહીં કરે તેવું વચન આપે તો જ તેણીને જવા દેશે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, “અમને શંકા છે કે ઘણી છોકરીઓને આ રીતે ફસાવીને બ્લેકમેલ કરવામાં આવી હશે. અમે લોજમાંથી કેટલાક વિડીયો રીકવર કર્યા છે જ્યાં તેની સાથે આ ઘટના બની હતી.” પીડિતાએ તેની ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે ઈન્ફોપાર્ક પોલીસ સ્ટેશનના સ્ટેશન ઈન્ચાર્જ દ્વારા ઘણા અશ્લીલ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેના પર અધિકારીએ કહ્યું કે આની પણ તપાસ કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW