HomeGujaratગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યા પછી જગદીશ ઠાકોર ગજ્ર્યા, 2022માં કોંગ્રેસની...

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યા પછી જગદીશ ઠાકોર ગજ્ર્યા, 2022માં કોંગ્રેસની સરકાર બનાવીશું 

ગાંધીનગર,સોમવાર

   ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની નિયુક્તિ કરવામાં આવી હતી અને આજે પાલડી સ્થિતિ કોંગ્રેસ ભવન ખાતે આયોજિત પદગ્રહણ કાર્યક્રમમાં તેઓએ પદભાર સંભાળી લીધો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, 2022માં ગુજરાતાં કોંગ્રેસની સરકાર બનશે. હાર્દિક પટેલ પાંચ મીનિટ મોડો આવતાં જગદીશ ઠાકોરે રાહ જાેઈ હતી અને પછી કેક કાપી હતી. પદગ્રહણ સમારંભમાં ભરતસિંહ સોલંકીએ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. હાર્દિક પટેલે પણ ખોડલધામના નરેશ પટેલ રાજકારણમાં જાેડાવાના છે તે અંગે કહ્યું હતું કે, નરેશભાઈ સ્વતંત્ર રીતે નિર્ણય લેશે એ ગમશે, ટીપે ટીપે સરોવર ભરાય એમ પાર્ટી આગળ આવશે. 

   ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની નિયુક્તિ બાદ આજે પાલડી સ્થિતિ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે કેક કાપીને કોંગ્રેસના નેતાઓએ તેમનું મોંઢું મીઠું કરાવ્યું હતું. જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, 2022માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે. એક મહિનામાં ખબર પડી જશે કે કોંગ્રેસમાં પ્રાણ પૂરાયો છે કે નહી. ભાજપ ઉપર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે, ભાજપના પ્રદેશ પ્રમુખ આવ્યા ત્યારથી તમામે તમામ 182 બેઠકો જીતવાનું કહી રહ્યા છે. જાે 182 બેઠકો જીતવાના હતા તો આખે આખી સરકાર કેમ બદલવી પડી. કોંગ્રેસમાં કોઈ નારાજગી ન હોવાનું પણ તેમણે કહ્યું હતું. રાહુલ ગાંધી વિશે તેમણે કહ્યું હતું કે, જ્યારે પણ તેમણે બોલાવાશે ત્યારે તેઓ ગુજરાત માટે હાજર રહેશે.

  પદભાર સમારંભમાં પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, ભૂપેન્દ્રભાઈ પટેલ રબ્બર સ્ટેમ્પ મુખ્યમંત્રી છે, ગુજરાત ચલાવવાળો ગુજરાતી જ જાેઈએ. જગદીશ ઠાકોરે ભાજપના અલ્પેશ ઠાકોરને પણ કોંગ્રેસમાં આવવા આમંત્રણ આપ્યું હતું. જેને લઈ ભાજપના નેતાઓની ચિંતા વધી ગઈ હતી. આ સિવાય શંકરસિંહ વાઘેલાને પણ પુનઃ પાર્ટીમાં લાવવા માટે હાઈકમાન્ડ સમક્ષ ચર્ચા કરવામાં આવશે તેવું તેમણે કહ્યું હતું. ખોડલધામના નરેશ પટેલ રાજકારણમાં જાેડાવવાના છે તેના સંદર્ભે હાર્દિક પટેલે કહ્યું હતું કે, નરેશભાઈ જેવી વ્યક્તિ રાજકારણમાં આવે તે સારી બાબત છે અને કોંગ્રેસમાં આવે તે અમારા માટે સારી બાબત છે. જાે કે, કયા પક્ષમાં જાેડાવવું એ નરેશભાઈએ નક્કી કરવાનું છે. તેઓ સ્વતંત્ર રીતે નિર્ણય લેશે તેમ ગમશે અને જેમ ટીપે ટીપે સરોવર ભરાય તેમ પાર્ટી આગળ આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW