અમદાવાદ, રવિવાર
મહાનગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 90 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં 60 ફૂટથી મોટા રસ્તાઓના 18 કામોને મહાપાલિકાની દરખાસ્તને મંજૂર રાખીને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ ૯૦ કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
અમદાવાદ મહાનગરપાલિકાને 2021-22ના વર્ષમાં આ યોજના અંતર્ગત 60ફૂટ થી મોટા રસ્તાને દુરસ્ત કરવાના 18 કામો માટે આ રકમ ભૂપેન્દ્ર પટેલે મંજૂર કરી છે. મુખ્યમંત્રીએ જે 18 કામો માટે આ રકમ મંજૂર કરી છે તેમાં પૂર્વ ઝોનના 2 કામો માટે રૂ. 11.50 કરોડ, મધ્ય ઝોનમાં 4 કામો માટે રૂ. 11.60 કરોડ, પશ્ચિમ ઝોનમાં ૪ કામોના હેતુસર રૂ. 23.50 કરોડ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોન વિસ્તારમાં ર કામો માટે રૂ. 14 કરોડ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૩ કામોના રૂ. 17.50કરોડ ઉપરાંત ઉત્તર ઝોનમાં ૩ કામોના રૂ. 11.90 કરોડના વિવિધ કામોનો સમાવેશ થાય છે. (ફાઇલ ફોટો)

