HomeGujaratરાજકોટના વધુ એક સ્પા સેન્ટરમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ

રાજકોટના વધુ એક સ્પા સેન્ટરમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ

રાજકોટ શહેરમાં ધમધમતા સ્પા સેન્ટરમાં મસાજના બહાને ગ્રાહકોને બોલાવવામાં આવતા હોય અને તેંની સાથે સાથે અન્ય ગોરખધંધા પણ ધમધોકાર ચાલી રહ્યા છે. પોલીસ દાવા કરી રહી છે.કે સ્પા સેન્ટરમાં કોઈ અન્ય પ્રવૃત્તિ ન ચાલે તેના માટે એસીપી ડી.વી બસિયાની આગેવાનીમાં એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચના 5 પીએસઆઈ અને 45 એએસઆઇના 6 મહિલા પોલીસ જવાન 12 ટીમ બનાવી હોવાનું અને 28 સેન્ટર માં સઘન ચેકિંગ કરી છે. પણ સ્પામાં આવી ગેરકાયદે પ્રવૃત્તિ ન થઈ હોવાનું પોલીસ જણાવી રહ્યું છે. જોકે સાચી હકીકત તાજેતરમાં એક સ્પા સેન્ટરની એક હકીકત સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલ ખડા થયા છે.

તાજેતરમાં કાલાવાડ વિસ્તારમાં એક સ્પા સેન્ટરમાં એક મહિલા રિસેપ્સનીસ્ટનો ફોન આવ્યો હોય એન ગ્રહકોને ફોન કરી કયારે આવો છો અહીં પંજાબ, દિલ્હી,મુંબઈ મારવાડી અને અન્ય રાજ્યમાંથી મસ્ત મહિલા સ્ટાફ મળશે તેમ જણાવે છે. આ સિવાય સ્ટાફ પાસે જ્યારે ગ્રાહક બીજી સર્વિસ મળશે તેવો સવાલ કરતા તેને સાંજે 7-8 વાગ્યા બાદ આવવા અને મસાજ માટે 1200 જ્યારે બીજી સર્વિસના ચાર્જ તમારે નક્કી કરવા પડશે તેવું જણાવે છે. આમ આ ઓડિયો પોલીસની કામગીરી અંગે સવાલ ખડા કર્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW