મુંબઈના અરબી સમુદ્રમાં લો-પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં માવઠું વરસી રહ્યું છે. આજે બીજા દિવસે સૌરાષ્ટ્રના 4 જિલ્લાના 25 તાલુકામાં સામાન્યથી સવા ઈંચ જેટલો વરસાદ હવામાન વિભાગના ચોપડે નોંધાયો છે. ત્યારે રાજુલા નજીક આવેલા દરિયામાં ભારે પવન ફુંકાતા એક બોટ ડુબી ગઈ હતી. જેમાં સવાર 8 ખલાસીઓ ડુબવા લાગતા તમને અન્ય બોટની મદદથી બચાવી લેવામાં આવ્યાં છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
ઘટનાની જાણવા મળતી વિગત પ્રમાણે રાજુલા પંથકમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજુલા જાફરાબાદ પંથકમાં છેલ્લા બે દિવસથીકમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે વધુ એક ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. તો બીજી તરફ ભારે પવન ફુંકાતા જનજીવન ખોરવાયું છે.

માવઠાની આગાહીના પગલે રાજ્યના હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયાનો નહીં ખેડવા માટે સુચના પણ આપી દેવામાં આવી હતી ત્યારે આજે બપોરના સમયમાં રાજુલાથી 12 નોટીકલ માઈલ દુર દરિયામાં મા ચાંમુડા નામની બોટ ભારે પવનના કારણે ડુબી ગઈ હતી.આ બનાવની જાણ થતા જ ખલાસીઓમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું હતું. બનાવની સમગ્ર માહિતી નજીકમાં જ રહેલી બોટને મોકલવામાં આવી હતી. આ બોટે દરિયામાં ડુબી રહેલા 8 ખલાસીઓને બચાવી લીધા હતાં.

