હરિયાણા,ગુરુવાર
હરિયાણાના રોહતકમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જ્યાં વિદાય બાદ દુલ્હન તેના સાસરે જઈ રહી હતી ત્યારે રસ્તામાં તેને પૂર્વ પ્રેમી દ્વારા ગોળી મારી દેવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે દુલ્હનની કારને ઓવરટેક કરી રહેલા બદમાશોએ વરરાજાને રોક્યો, તેને નીચે લાવ્યો અને પછી દુલ્હનની ગરદન પર બે ગોળી મારી દીધી. હુમલાખોરો વરરાજાના ભાઈ પાસેથી સોનાની ચેઈન પણ લૂંટીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘાયલ દુલ્હનને પીજીઆઈ રોહતકના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની હાલત નાજુક છે.
ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી, સાંપલા ગામની યુવતીના લગ્ન ભલી આનંદપુર ગામના યુવક સાથે થયા હતા, શુક્રવારે પરણીતા તેના સાસરે જઈ રહી હતી. ઘરેથી નીકળ્યા પછી કાર વરરાજાનો ભાઈ સુનીલ ચલાવી રહ્યો હતો. રાત્રે લગભગ 12 વાગ્યે ગામના શિવ મંદિર પાસે પહોંચ્યા ત્યારે પાછળથી ઇનોવા કારમાં આવેલા ત્રણ શખ્સોએ ઓવરટેક કર્યા પછી તેમની કારને રોકી અને દુલહનને ગોળી મારી દીધી અને તે કારની અંદર પડી ગઈ. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ ઘટનાને દુલ્હનના પ્રેમી અને તેના સાથીઓએ અંજામ આપ્યો છે, પોલીસે આ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધીને તેમની શોધ શરૂ કરી છે. તપાસમાં પોલીસને એવું પણ જાણવા મળ્યું છે કે સાંપલાથી જ દુલ્હનની કારની પાછળ હુમલાખોરો હતા, પરંતુ જેવી દુલ્હન ગામની બહાર તેના સાસરિયાના ઘરે પહોંચી કે તેઓએ આ ઘટનાને અંજામ આપ્યો. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, ઘટનાને અંજામ આપ્યા બાદ બદમાશોએ હવામાં ગોળીબાર કર્યો અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા. આ ઘટના બાદ ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે અને પરિવારના સભ્યોની હાલત કફોડી છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. પોલીસને એવી પણ માહિતી મળી છે કે ઘટનામાં વપરાયેલી ઈનોવા કાર ઈંટોના ભઠ્ઠાના માલિક પાસેથી પિસ્તોલના જોરે બદમાશોએ સાંપલા પાસેથી જ છીનવી લીધી હતી.

