HomeGujaratGMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, મોરબી ખાતે ‘વર્લ્ડ AMR અવેરનેસ વીક 2026’...

GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, મોરબી ખાતે ‘વર્લ્ડ AMR અવેરનેસ વીક 2026’ ની ઉજવણી કરાઈ

WHO – વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નિર્ધારિત ‘વર્લ્ડ AMR અવેરનેસ વીક 2026’ અંતર્ગત GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ, મોરબી ખાતે તા. 18 થી 24 નવેમ્બર, 2026 દરમિયાન “One Health, One Action: Prevent AMR Now” થીમ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ડીન અને તબીબી અધિક્ષકના માર્ગદર્શનમાં પ્રથમ દિવસે ‘AMR અવેરનેસ સેલ્ફી પોઈન્ટ’ લોન્ચ, ‘Go Blue for AMR’ શપથ, ડૉ. દિનેશ ચાવડાનો ઓરિએન્ટેશન વર્કશોપ તેમજ માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ માટે IPC અને AMR તાલીમ સત્ર યોજાયું હતું.

સપ્તાહ દરમિયાન ફાર્માકોલોજી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે AMR-IPC ક્વિઝ અને પોસ્ટર મેકિંગ સ્પર્ધા તેમજ OPD/IPD માં પ્રિસ્ક્રિપ્શન ઓડિટ અને રિઝર્વ એન્ટિબાયોટિક્સની સમીક્ષા કરાઈ હતી. માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા ICU અને વોર્ડમાં હેન્ડ હાઇજીન તથા બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટનું ઓડિટ હાથ ધરાયું હતું, જ્યારે તા. 25 નવેમ્બરના રોજ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.

‘વન હેલ્થ’ અભિગમ અને એન્ટિબાયોટિક્સના યોગ્ય ઉપયોગ થકી ભવિષ્યની પેઢી માટે દવાઓની અસરકારકતા જાળવવાના સંદેશ સાથે સપ્તાહવ્યાપી આયોજનને GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પરિવારે સફળ બનાવ્યું હતું, તેમ ડીન અને તબીબી અધિક્ષક, GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,780SubscribersSubscribe

TRENDING NOW