HomeGujaratમોરબીના લગધીરપુર રોડ પર લેબર ક્વાર્ટરમાં 19 વર્ષીય યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના લગધીરપુર રોડ પર લેબર ક્વાર્ટરમાં 19 વર્ષીય યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી શહેરના લગધીરપુર રોડ પર આવેલી મેટ્રો સ્ટાર સીરામીક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા 19 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મેટ્રો સ્ટાર સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા મુકેશકુમાર રાજકુમાર (ઉ.વ. 19)એ ગઈકાલે બપોરના સમયે કોઈ અજાણ્યા કારણોસર ક્વાર્ટરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી છે. યુવકે કયા કારણોસર આ પ્રકારનું અંતિમ પગલું ભર્યું તે જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW