HomeGujaratમોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ‘વિશ્વ શૌચાલય દિવસ’ ની ઉજવણી કરાઈ

મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ‘વિશ્વ શૌચાલય દિવસ’ ની ઉજવણી કરાઈ

વિશ્વ શૌચાલય દિવસ અનુસંધાને તા. ૧૯/૧૧/૨૦૨૬ ના રોજ મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જાગૃતિના હેતુસર વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. આ દિવસે તા. ૧૯/૧૧/૨૦૨૬ થી તા. ૧૦/૧૨/૨૦૨૬ સુધી ચાલનારા ‘સ્વચ્છ શૌચાલય – ગરિમામય ભવિષ્ય’ અભિયાનનો ઉત્સાહભેર શુભારંભ કરવામાં આવ્યો હતો.

અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજનાના કર્મચારીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા વ્યક્તિગત તથા સામુહિક શૌચાલયોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન શૌચાલયોની સાફ-સફાઈ અને સુશોભનની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

આ પ્રસંગે ગ્રામજનોને શૌચાલયોના નિયમિત ઉપયોગ, જાળવણી અને સ્વચ્છતાના મહત્વ અંગે સવિસ્તર સમજૂત કરવામાં આવ્યા હતા, જેથી ગ્રામ્ય સ્તરે સ્વચ્છ અને તંદુરસ્ત વાતાવરણ વધુ સુદ્રઢ બને.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW