HomeGujaratમોરબી ચોકડી પાસેથી દેશી પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી ચોકડી પાસેથી દેશી પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મોરબી ચોકડી નજીક મોરબી એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, મોરબી એસ.ઓ.જી. સ્ટાફને બાતમી મળી હતી કે, મોરબી ચોકડી પાસે નવા બની રહેલા શોપિંગ કોમ્પ્લેક્સની આસપાસ એક શખ્સ પોતાની પેન્ટના નેફામાં દેશી પિસ્તોલ રાખીને શંકાસ્પદ રીતે આંટાફેરા કરી રહ્યો છે. આ બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે સ્થળ પર પહોંચી દરોડો પાડ્યો હતો.

દરમિયાન રિન્કુ હરીસિંહ બઘેલ (રહે. રૂદ્ર-૨ સોસાયટી, સારા રોડ, હળવદ, મૂળ વતન ગોરમ ગામ, તા. સંધા, જી. ભીંડ, મધ્યપ્રદેશ) પાસેથી દેશી હાથ બનાવટની એક પિસ્તોલ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 5,000 છે.

પોલીસે હથિયાર કબજે કરી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી હળવદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે આગળની તપાસ હળવદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW