મોરબી તાલુકાના ઘુટૂ ગામની સીમમાં આવેલા કેડીલેક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટર્સમાં રહેતી 35 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
પ્રાથમિક માહિતી અનુસાર, મૂળ ઓરિસ્સાની વતની અને હાલ મોરબીમાં મજૂરીકામ કરતી સ્વપના પનુ દેહુરી પોતાના વતન પરત જવા ઇચ્છતી હતી. જોકે, તેના પ્રેમી બિષ્ણુએ તેને વતન જવાની ના પાડતા આ બાબતનું મનદુઃખ થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી વ્યથિત થઈ યુવતીએ પોતાના રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.
બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે સ્થળ પર જરૂરી કાર્યવાહી હાથ ધરી અકસ્માત મોતનો ગુનો નોંધી યુવતીના મોત અંગે વધુ તપાસ શરૂ કરી છે.


