હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે દુઃખદ ઘટના સામે આવી છે. ગામમાં આવેલા ખીજડીયા હનુમાનજી મંદિરની જગ્યામાં એક આધેડે ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. આ બનાવને પગલે પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.
બનાવની મળતી વિગતો મુજબ માળિયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામના રહેવાસી કિશોરભાઈ જગદીશભાઈ લાંઘણોજા (ઉ.વ. 50) ગઈકાલે સવારે જુના વેગડવાવ ગામે આવેલા ખીજડીયા હનુમાનજી મંદિરની જગ્યાએ પહોંચ્યા હતા. જ્યાં કોઈ અગમ્ય કારણોસર તેમણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ ઘટનાની જાણ શૈલેષભાઈ લાંઘણોજાએ પોલીસને કરતાં હળવદ પોલીસની ટીમ દોડી ગઈ હતી. પોલીસે બનાવ અંગે અકસ્માતે મૃત્યુની નોંધ કરી આધેડે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.


