એક સમયે સીરિયસ રીલેશનશીપમાં રહી ચૂકેલા સલમાન ખાન અને કેટરિના કૈફ બ્રેક બાદ પણ સારા દોસ્ત છે. બંને વચ્ચેની નિકટતાને સરળતાથી સમજી શકાય છે. એવામાં હવે કેટરિનાના લગ્ન વિક્કી કૌશલ સાથે થવાના છે. એ સમયે સલમાન ખાન હાજરી આપશે કે નહીં એને લઈને ચર્ચાઓ બોલિવૂડ ટાઉનમાં થઈ રહી છે. કેટરિનાના વેડિંગ ગેસ્ટ લીસ્ટમાં સલમાન ખાનનું નામ છે. પણ વાવડ એવા પણ મળ્યા છે કે, સલમાન ખાન આ રોયલ વેડિંગના સાક્ષી નહીં બની શકે. એવી પૂરી શક્યતાઓ છે.
તા.9 ડીસેમ્બરના રોજ વિક્કી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન છે. આ દરમિયાન સલમાન ખાનની દબંગ ટુર થવાની છે. Da-Bangg The Tour Reloaded આ વર્ષે રિયાદમાં તા.10 ડીસેમ્બરના રોજ ઓર્ગેનાઈઝ કરાઈ છે. સલમાન ખાન સાથે ડાન્સર-ડાયરેક્ટર પ્રભુ દેવા, દિશા પટણી, ગુરૂ રંધાવા, જેક્લીન ફર્નાડીઝ, સઈ માંજરેકર, આયુશ શર્મા, મનીષ પોલ, સુનીલ ગ્રોવર આ ઈવેન્ટમા જોરશોરથી ભાગ લેવાના છે. ટુર શરૂ થાય એ પહેલા જ સલમાન ખાન આ ટુરની તમામ તૈયારીઓ કરશે. સલમાન ખાન પોતાના આટલા વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને કેટરિનાના રોયલ વેડિંગમાં જાય એ અત્યારે તો કઠિન લાગી રહ્યું છે. હવે તે પોતાની ખાસ દોસ્ત કેટરિનાના રોયલ વેડિંગમાં હાજરી આપશે કે નહીં અંગે સસ્પેંસ છે. રીપોર્ટ અનુસાર સલમાન ખાનના પરિવારમાંથી અલવીરા અગ્નિહોત્રી, અર્પિતા લગ્નમાં જશે. સલમાન ખાનની બહેન સાથે કેટરિનાના સારા એવા સંબંધો છે. બંને વચ્ચે સારૂ એવું બોડિંગ છે. એવું પણ મનાય રહ્યું છે કે, આ ટુરમાંથી પરત આવ્યા બાદ નવા વરવધૂ માટે સલમાન ખાન રીસેપ્શન જેવું એક મોટું ફંક્શન હોસ્ટ કરી શકે છે. વિક્કી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન રાજસ્થાનના 700 વર્ષ જૂના સિક્સ સેંસેજ ફોર્ટમાં થવાના છે.

બે દિવસીય લગ્ન સમારોહની તૈયારીઓ જોરશોરથી થઈ ચૂકી છે. હોટેલ્સ બુકિંગ પણ કરી દેવામાં આવ્યું છે. આ લગ્નમાં આશરે 200 જેટલા ગેસ્ટ આવે એવી પૂરી શક્યતા છે. જોકે,કોરોના વાયરસના નવા વેરિયંટ ઓમીક્રોનને ધ્યાને લઈને મહેમાની યાદી ટૂંકાવી દેવામાં આવે એવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. જોકે, આ મામલે કેટરિના કે વિક્કી કૌશલે કોઈ પ્રકારની સ્પષ્ટતા કરી નથી.

