HomeGujaratહળવદના ચિત્રોડી ગામે ખેતરમાં ગાંજાનું ગેરકાયદે વાવેતર ઝડપાયું, રૂ. 16.57 લાખનો મુદ્દામાલ...

હળવદના ચિત્રોડી ગામે ખેતરમાં ગાંજાનું ગેરકાયદે વાવેતર ઝડપાયું, રૂ. 16.57 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચિત્રોડી ગામે ખેતરમાં ગાંજાનું ગેરકાયદે વાવેતર કરાયું હોવાનો પર્દાફાશ થયો છે. મોરબી એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ગાંજાના 364 લીલા છોડ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.

મોરબી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. ખરાડી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એન. ગઢવીના માર્ગદર્શન હેઠળ એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે હળવદના ચિત્રોડી ગામે હનીફભાઈની વાડીમાં રહેતો વિપુલભાઈ ઉર્ફે રોકો ધીરુભાઈ પરાલીયા (ઉંમર 30) પોતાના કબજાના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડ ઉગાડી રહ્યો છે.

આ બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડતા ખેતરમાંથી નાના-મોટા મળી કુલ 364 લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. આ છોડનું કુલ વજન 33 કિલો 50 ગ્રામ હોવાનું સામે આવ્યું છે, જેની અંદાજિત કિંમત રૂ. 16,52,500 થાય છે. આ ઉપરાંત રૂ. 5,000ની કિંમતનો ઓપો કંપનીનો ટચસ્ક્રીન મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો.

પોલીસે ગાંજાના છોડ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 16,57,500નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(C), 20(A) અને 20(B)(2-C) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે અને આગળની તપાસ તથા કાયદેસરની કાર્યવાહી હળવદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,700SubscribersSubscribe

TRENDING NOW