HomeGujaratમોરબી: સતત પરિશ્રમ થકી યશ વાસુદેવ ભોરાણીયા બન્યા GPSC વર્ગ-૨ અધિકારી: મદદનીશ...

મોરબી: સતત પરિશ્રમ થકી યશ વાસુદેવ ભોરાણીયા બન્યા GPSC વર્ગ-૨ અધિકારી: મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર વર્ગ-૨ તરીકે પસંદગી

દ્રઢ મનોબળ, સખત મહેનત અને યોગ્ય દિશામાં કરેલા પ્રયાસો સફળતાનું શિખર સર કરાવે છે, તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ મોરબીના યુવા કર્મયોગી યશ વાસુદેવ ભોરાણીયા (મૂળ ગામ: જૂના દેવળિયા) એ પૂરું પાડ્યું છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા પ્રસિદ્ધ કરાયેલ જાહેરાત ક્રમાંક: ૪૭/૨૦૨૩-૨૪ ના અંતિમ પરિણામમાં તેમની ‘મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર’ (Assistant District Registrar – Class 2) તરીકે પસંદગી થતાં સમગ્ર પરિવાર, વતન જૂના દેવળિયા તેમજ મોરબી પંથકમાં ગૌરવ અને હર્ષની લાગણી પ્રસરી ગઈ છે.
તેમની સરકારી સેવાની સફર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા અન્ય યુવાનો માટે અત્યંત પ્રેરણાદાયી રહી છે. તેમણે શરૂઆતમાં CCE પરીક્ષા પાસ કરી રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ (R&B) માં વર્ગ-૩ કર્મચારી તરીકે સેવા આપવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ વધુ ઉચ્ચ લક્ષ્ય સાથે આગળ વધતાં તેઓ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર (STI – સુપર ક્લાસ-૩) તરીકે પસંદગી પામ્યા હતા અને ત્યાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી.
પોતાની સરકારી ફરજ સાથે અવિરત અભ્યાસ ચાલુ રાખીને તેમણે GPSC વર્ગ-૨ ની પરીક્ષામાં પણ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. પોતાની આ સિદ્ધિ અંગે વાત કરતાં યશભાઈએ જણાવ્યું હતું કે, “આ સફળતા મારા સતત પરિશ્રમ, ઈશ્વર કૃપા, પરિવારજનો, મિત્ર વર્તુળ તથા સ્નેહીઓનો અતુટ સહકાર તથા યોગ્ય માર્ગદર્શનનું સુખદ પરિણામ છે.”
એક સામાન્ય વર્ગ-૩ ના પદ પરથી ક્રમશઃ આગળ વધીને GPSC ક્લાસ-૨ અધિકારી સુધી પહોંચવાની તેમની આ સિદ્ધિ બદલ સ્નેહીજનો, વડીલો અને મિત્રવર્તુળ તરફથી તેમના પર ચોતરફથી અભિનંદન અને શુભેચ્છાઓનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,700SubscribersSubscribe

TRENDING NOW