HomeGujaratમાળીયા મીયાણાના સરવડ ગામમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

માળીયા મીયાણાના સરવડ ગામમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામમાં દરજીની દુકાનમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસની આ કાર્યવાહીમાં સ્થળ પરથી રોકડ રૂ. 54,960નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, માળીયા મીયાણા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન સરવડ ગામમાં હરિભાઈ વાલમજીભાઈ પીઠડીયાવાળાની દરજીની દુકાનમાં જુગાર રમાતો હોવાની હકીકતના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.

પોલીસે હરિભાઈ વાલમજીભાઈ પીઠડીયા (રહે. સરવડ), રમેશભાઈ ભગવાનજીભાઈ કાવર (રહે. નાનાભેલા), હિંમતભાઈ રતિલાલભાઈ લોદરીયા (રહે. સરવડ), રમેશભાઈ વાઘજીભાઈ વરસડા (રહે. સરવડ) અને રમેશભાઈ મહાદેવભાઈ આદ્રોજા (રહે. સરવડ)ને પકડી પાડ્યા હતા.

આ મામલે પોલીસે રૂ. 54,960ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી પાંચેય શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,700SubscribersSubscribe

TRENDING NOW