અમદાવાદ, બુધવાર
LD કોલેજ કેમ્પસમાં કનેક્ટ સ્ટાર્ટઅપ ડોટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસ ચાલનારા આ સ્ટાર્ટઅપ એક્ઝીબિશનમાં સ્ટાર્ટઅપને વેગવંતુ કરવા માટે 20 કરતા વધુ નવા સ્ટાર્ટઅપને રજૂ કરવામાં આવ્યા હતા. આ મેગા એક્ઝિબિશન અને સ્ટાર્ટઅપમાં આધુનિક ઇલેક્ટ્રીક વહિકલ,કન્સ્ટ્રક્શન સાઇટ પર સેફટી ફ્યુચર,ન્યુટ્રિશિયન તેમજ આધુનિક ટેકનોલોજી ઉપર સ્ટાર્ટઅપ રજૂ થયા હતા. બેસ્ટ સ્ટાર્ટઅપને બેન્ક, યુનિવર્સિટી દ્વારા ફંડ આપી ઇનોવેટર તેમના નવા સ્ટાર્ટઅપને સમાજ ઉપયોગી બનાવે તેવો પ્રયાસ કરાયો હતો.
સ્ટાર્ટઅપ એક્ઝિબિશનમાં GTUના કુલપતિ અને અલગ અલગ કોલેજના પ્રિન્સિપાલ તથા પ્રોફેસર હાજર રહ્યા હતા.આ સ્ટાર્ટઅપ એક્ઝિબિશનમાં GTU સહિત સરકારી અને ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો.નવા સ્ટાર્ટઅપને ઇન્ડસ્ટ્રી સુધી કેવી રીતે લઇ જવું તે મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.આ અંગે GTUના કુલપતિ નવીન શેઠે કહ્યું કે વિદ્યાર્થીઓએ અનેક નવા સ્ટાર્ટઅપ કર્યા છે જેને લઈને એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ શરૂ કરેલ મહેનત સ્ટાર્ટઅપ સુધી પહોંચી છે. જે હવે ઇન્ડસ્ટ્રી સુધી પહોંચે તે માટે હવે આગળ વધીશું. આ એક્ઝિબિશનમાં હાજર રહેલા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપનો કોન્સેપ્ટ સારો છે. આ કોન્સ્ટેપ્ટ પર કામ થવું જોઈએ અને વિદ્યાર્થીઓ જે શોધ કરે છે તે લોકો સુધી પહોંચવી જોઈએ. (ફાઇલ ફોટો)

