HomeGujaratNorth Gujaratઅ'વાદ ડ્રગ્સકાંડ: મોટા ભાગના યુવાનો બિઝનેસમેનના અને બિલ્ડરોનાં નબીરા

અ’વાદ ડ્રગ્સકાંડ: મોટા ભાગના યુવાનો બિઝનેસમેનના અને બિલ્ડરોનાં નબીરા

 અમદાવાદનાં બોપલ વિસ્તારમાં ડ્રગ્સ કાંડમાં મોટા માથાઓ સામેલ હોવાની માહિતી સામે આવતા ખળભળાટ મચ્યો છે. વંદિત પટેલે જે નામનાં ખુલાસા કર્યા છે તેમાં અમદાવાદના મોટા મોટા માલેતુજારુઓના દીકરાઓ હોવાનું સામે આવ્યું છે. આરોપી વંદિત પટેલે સૌથી મોટો ઘટસ્ફોટ કર્યો છે કે છેલ્લા બે જ વર્ષ તેણે 100 કિલો ડ્રગ્સ તો બહારથી મંગાવ્યું હતું. આ બધુ ડ્રગ્સથી અમીરોના દીકરાઓ નશાના રવાડે ચડયા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસની તપાસમા સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 30 જેટલા હાઇપ્રોફાઇલ નબીરાઓના નામ ખૂલ્યા છે.

 જે નબીરાઓના નામ ખૂલ્યા છે તેમાં અમદાવાદના મોટા બિલ્ડરો, ટોપ અધિકારીઓ અને બિઝનેસમેનનાં દીકરા-દીકરીઓ હોવાનું સામે આવ્યું છે. વંદિત પટેલની ધરપકડનાં સમાચાર સાંભળીને જ આ પૈસાદાર નબીરાઓ દુબઈ ભાગી ગયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. આ નબીરાઓ લગ્ન અને ફરવાના બહાને દુબઈ નીકળી ગયા છે .અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી હાઇ પ્રોફાઇલ પાર્ટીઓનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે અને મોટા બિઝનેસમેન અને અધિકારીઓના દીકરા દીકરીઓ દ્વારા પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે.

એવામાં છેલ્લા બે વર્ષથી 100 કિલો ડ્રગ્સ મંગાવતો વંદિત પટેલ આટલા સમય સુધી પોલીસની નજરથી દૂર કઈ રીતે રહ્યો તે મોટો સવાલ બને છે. રસ્તા પર હેલમેટ પહેર્યા વગર નીકળેલા વાહનચાલકને ગણતરીના દિવસોમાં મેમો ઘરે મોકલતી પોલીસનાં નાક નીચે બે વર્ષથી આ કાળો કારોબાર કઈ રીતે ચાલી રહ્યો હતો? અને વંદિત પટેલ કયા રસ્તાથી કઈ રીતે ડ્રગ્સ અમદાવાદ મંગાવતો હતો તે પણ એક મોટો સવાલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW