HomeGujaratમોરબી: તળાવીયા શનાળા-પીપળી રોડ પર વિદેશી દારૂ ભરેલી ઇકો કાર સાથે એક...

મોરબી: તળાવીયા શનાળા-પીપળી રોડ પર વિદેશી દારૂ ભરેલી ઇકો કાર સાથે એક શખ્સ ઝડપાયો, રૂ. 8.06 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામથી પીપળી તરફ જતા કાચા રસ્તા પર વોકળા પાસે મોરબી તાલુકા પોલીસે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ત્રણ શખ્સોનાં નામ ખુલતાં તેમને પકડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસને મળેલી બાતમીના આધારે તળાવીયા શનાળા ગામથી પીપળી તરફ જતા કાચા રસ્તા પર વોકળા નજીક GJ-13-CE-4495 નંબરની ઇકો કારની તપાસ કરવામાં આવી હતી. કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, ઇકો કાર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 8,06,450નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કેસમાં ધર્મેન્દ્રભાઈ ઉર્ફે કાનો ડાયાભાઇ હડિયલ (ઉંમર 21, રહે. રાવળિયાવદર, તા. ધાંગધ્રા, જી. સુરેન્દ્રનગર)ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર અને અન્ય રીતે સંડોવાયેલા વિજયભાઈ રાતડિયા (રહે. સડલા, તા. મૂળી, જી. સુરેન્દ્રનગર), રોહિતભાઈ (રહે. મકનસર) તથા રોહિતભાઈ રાજેશભાઈ કગથળા (રહે. તળાવીયા શનાળા, તા. મોરબી)ને પકડવા માટે કાર્યવાહી ચાલુ છે.

મોરબી તાલુકા પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસની આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયા તથા પો.સ.ઇ. સી.એસ. સોંદરવા સહિતની સર્વેલન્સ ટીમ જોડાઈ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW