HomeGujaratવાંકાનેરમાં સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

વાંકાનેરમાં સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

વાંકાનેર: મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં સગીર વયની દીકરી ગુમ થવા મામલે તેના પિતાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ભરતભાઈ બાબુભાઈ વડેચા નામના શખ્સ સામે સગીરાને લલચાવી-ફોસલાવી લઈ ગયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ફરિયાદીની સગીર દીકરી વાંકાનેર ખાતે રહેતી પોતાની મોટી બહેનના ઘરે સીવણકામ શીખવા માટે ગઈ હતી. દરમિયાન સાંજના સમયે તે કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગઈ હતી. પરિવારજનોએ આસપાસના વિસ્તારો અને સગા-સંબંધીઓમાં શોધખોળ કરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો મળ્યો નહોતો.

ત્યારબાદ ઘરની સામે લગાવેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવતાં એક શખ્સ સગીરાને બાઈક પર બેસાડીને લઈ જતો હોવાનું જોવા મળ્યું હતું. ફૂટેજના આધારે ભરતભાઈ બાબુભાઈ વડેચાનું નામ સામે આવતાં સગીરાના પિતાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં અરજી કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ મામલે સગીરાની શોધખોળ અને પોલીસની આગળની કાર્યવાહી અંગેની સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW