HomeGujaratમોરબીમાં 14થી 16 ઓક્ટોબર સુધી પાસપોર્ટ સેવા મોબાઇલ વાન ઉપલબ્ધ રહેશે

મોરબીમાં 14થી 16 ઓક્ટોબર સુધી પાસપોર્ટ સેવા મોબાઇલ વાન ઉપલબ્ધ રહેશે

વિદેશ મંત્રાલયની લોકઉપયોગી પહેલ અંતર્ગત પાસપોર્ટ માટેની એપોઇન્ટમેન્ટ વહેલી તકે સરળતાથી ઉપલબ્ધ થાય અને પાસપોર્ટ સેવાઓનો લાભ નાગરિકોને ઘર આંગણે કે નજીકના સ્થળે મળી રહે તે હેતુથી પ્રાદેશિક પાસપોર્ટ કાર્યાલય, અમદાવાદ દ્વારા મોરબી જિલ્લામાં વિશેષ ‘પાસપોર્ટ સેવા મોબાઇલ વાન’ ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આગામી તા. ૧૪ થી ૧૬ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન મોરબીના શોભેશ્વર રોડ પર આવેલી જિલ્લા સેવા સદન ખાતેલી કલેક્ટર કચેરીના જિલ્લા ઇમરજન્સી ઓપરેશનલ સેન્ટર (DEOC) બિલ્ડિંગ ખાતે આ મોબાઇલ વાન કાર્યરત રહેશે.

આ નિર્ધારિત સમયગાળા દરમિયાન ઇચ્છુક અરજદારો પાસપોર્ટ સેવા મોબાઇલ વાન પર પોતાની પાસપોર્ટ અરજી સબમિટ કરવા માટે નવી એપોઇન્ટમેન્ટ બુક કરી શકશે અથવા અગાઉથી બુક કરાવેલી એપોઇન્ટમેન્ટને રિશેડ્યૂલ પણ કરી શકશે.

એપોઇન્ટમેન્ટ બુક કરાવવા માટે  અરજદારોએ સૌપ્રથમ પાસપોર્ટ ઇન્ડિયાની અધિકૃત વેબસાઇટ https://www.passportindia.gov.in/ પર જઈને NORMAL કેટેગરી હેઠળ પાસપોર્ટ અરજી સબમિટ કરવાની રહેશે અને ઓનલાઇન અરજી ફીની ચુકવણી કરવાની રહેશે. ત્યારબાદ વેબસાઇટ પર ફરીથી લોગ ઇન કરી પેમેન્ટ સ્ટેટસ ચકાસીને ‘Schedule Appointment’ પેજ પર જઈને લોકેશન તરીકે ‘Mobile Van Morbi’ પસંદ કરીને પોતાની અનુકૂળતા મુજબ એપોઇન્ટમેન્ટ બુક કરી શકાશે.

અરજી સબમિટ કરવા આવતી વખતે તમામ અરજદારોએ જરૂરી અસલ દસ્તાવેજોની સાથે તેની એક સેટ સ્વ-પ્રમાણિત ઝેરોક્ષ નકલ પણ સાથે લાવવાની રહેશે. અરજી સાથે રજૂ કરવાના પાત્રતા ધરાવતા જરૂરી દસ્તાવેજોની વિસ્તૃત માહિતી પાસપોર્ટ ઇન્ડિયાની વેબસાઇટ પર ઉપલબ્ધ ‘Documents Advisory’ વિભાગમાંથી મેળવી શકાશે. મોરબી જિલ્લાના તમામ નાગરિકોને પાસપોર્ટ સેવા મોબાઇલ વાનની આ સુવિધાનો મહત્તમ લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW