આઈ.જી.પી. સરહદી રેન્જ, ભુજ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડને મોટી સફળતા મળી છે. બાતમીદારોની માહિતી તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ ૬ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ, ઝડપાયેલા આરોપીઓ પૈકી દાહોદ જિલ્લાના પરેશ ઉર્ફે પારસ દેવીલાલ સોની ગુજરાત તેમજ રાજસ્થાનમાં નોંધાયેલા આશરે ૫૪ જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે.
પોલીસ કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા આરોપીઓમાં:
- શોભનાબેન નવઘણભાઈ હમીરપરા, રહે. લાલપર, મોરબી
- સોમાભાઈ લઘુભાઈ વાઘેલા, રહે. જડેશ્વર મંદિર પાસે, મોરબી
- નવઘણભાઈ જેઠાભાઈ દેગામા, રહે. લીલાપર, મોરબી
- ગનીભાઈ જાકુબભાઈ નોડે, કચ્છી મુસ્લિમ, રહે. કાંતિનગર, માળીયા ફાટક પાસે, મોરબી
- સલીમભાઈ ઉર્ફે રાહુલ ફીરોજભાઈ પઠાણ, રહે. વીસીપરા, મોરબી
- પરેશ ઉર્ફે પારસ દેવીલાલ સોની, રહે. લીમડી, પ્રતાપનગર, દાહોદ
આ તમામ આરોપીઓને ઝડપી પાડીને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત થયેલી આ કામગીરીથી નાસતા-ફરતા આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે.

