HomeGujaratમોરબી: રંગપર-જેતપર રોડ પર દુકાનમાંથી રૂ. ૧.૦૪ લાખનો દેશી દારૂ ઝડપાયો, એકની...

મોરબી: રંગપર-જેતપર રોડ પર દુકાનમાંથી રૂ. ૧.૦૪ લાખનો દેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ

મોરબીના રંગપર-જેતપર રોડ પર પેરોલ ફર્લો સ્ક્વોડે બાતમીના આધારે દરોડો પાડી દુકાનમાંથી મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી ૫૨૦ લીટર એટલે કે ૨૬૦૦ થેલી દેશી દારૂ, કુલ કિંમત રૂ. ૧.૦૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર અન્ય આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસને મળેલી બાતમીના આધારે રંગપર-જેતપર રોડ પર આવેલા ‘ખોડિયાર ફેબ્રીકેશન એન્ડ ફ્લોરમિલ’ નામની દુકાનમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન દુકાનમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે રણજીતસિંહ જીલુભા હાડા, રહે. ધાંગધ્રા, સુરેન્દ્રનગરને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો અનવર ઉર્ફે દડી હાજીભાઈ માલાણી, રહે. કાંતિનગર, મોરબી દ્વારા પહોંચાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે બંને વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW