HomeGujaratમોરબી મંદિર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે બીએપીએસની યુવા શક્તિ દ્વારા યોજાયા સામાજિક પ્રકલ્પના...

મોરબી મંદિર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે બીએપીએસની યુવા શક્તિ દ્વારા યોજાયા સામાજિક પ્રકલ્પના કાર્યો

બીએપીએસ મોરબીના યુવક યુવતીઓ દ્વારા યોજાયો ‘મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ’ નિમિત્તે સામાજિક પ્રકલ્પ

BAPS મોરબીની યુવા શક્તિ દ્વારા યોજાયું ‘ટ્રાફિક જાગૃતિ અભિયાન’

BAPS મોરબીની યુવા નારી શક્તિ દ્વારા યોજાયું ‘આત્મહત્યા અટકાવો અભિયાન’

મોરબી શહેરમાં નિર્માણાધીન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા મંદિર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે શહેરમાં વિવિધ સામાજિક પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં યુવાનો દ્વારા મોરબીના બે જાહેર સ્થળો રવાપર ચોકડી અને વીસી ફાટક પાસે ટ્રાફિક જાગૃતિ અભિયાનનો વિશેષ પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો હતો. આ યુવાનોએ મોરબીના નાગરિકોને ટ્રાફિક સુરક્ષા અને ટ્રાફિક જાગૃતિનો વિશેષ સંદેશ પાઠવી જાગૃત કર્યા હતા.

તદપરાંત યુવતીઓ દ્વારા મોરબીના મુખ્ય ચોક અને રસ્તા પર વર્તમાન સમયની ગંભીર સમસ્યા ‘આત્મહત્યા’ અંતર્ગત આત્મહત્યા અટકાવો અભિયાન યોજાયું હતું. જેમાં મોરબીના ઉમિયા સર્કલ અને રામ ચોક પર યુવતીઓએ અલગ અલગ પોસ્ટકાર્ડ, ફ્લેક્સ તેમજ બેનર્સના માધ્યમો દ્વારા વિવિધ સંદેશાઓ તેમજ આત્મહત્યા નિવારણની સંદેશાત્મક પ્રતિકૃતિ દ્વારા મોરબીના નાગરિકોને જાગૃત કર્યા હતા.

આ બંને અભિયાનોને મોરબીના નાગરિકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. તેમજ યુવાનોએ આ અભિયાન અંતર્ગત શહેરના નાગરિકો જાગૃત થાય એ માટે પ્રેરણાત્મક પત્રક પણ આપ્યા હતા અને આગામી મહિને પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં મોરબીમાં નિર્માણાધીન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા આમંત્રણ સંદેશ પણ પાઠવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,650SubscribersSubscribe

TRENDING NOW