HomeGujaratમોરબી જિલ્લા પંચાયતની 10 સપ્ટેમ્બરે યોજાશે સામાન્ય સભા: 15મા નાણાપંચની ગ્રાન્ટ સહિતના...

મોરબી જિલ્લા પંચાયતની 10 સપ્ટેમ્બરે યોજાશે સામાન્ય સભા: 15મા નાણાપંચની ગ્રાન્ટ સહિતના મહત્ત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા

મોરબી જિલ્લા પંચાયત કચેરીની પંચાયત શાખા દ્વારા સામાન્ય સભાની એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક આગામી તારીખ 10/09/2026ને ગુરુવારના રોજ બપોરે 12 કલાકે મોરબી જિલ્લા પંચાયત કચેરીના સભાખંડ (રૂમ નં. 19) ખાતે યોજાશે.

આ ખાસ બેઠકમાં મુખ્યત્વે ચાર મહત્ત્વના કાર્યો પર ચર્ચા-વિચારણા કરી નિર્ણય લેવામાં આવશે. જેમાં સામાન્ય સભાની ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવી, ગત બેઠકના ઠરાવોની અમલવારીની સમીક્ષા કરવી તેમજ 15મા નાણાપંચ યોજના હેઠળ વર્ષ 2026-27ની જિલ્લા કક્ષાની ગ્રાન્ટના આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત પ્રમુખ સ્થાનેથી રજૂ થનારા અન્ય વિકાસલક્ષી મુદ્દાઓ પણ આવરી લેવાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW