વાંકાનેર તાલુકાના ઢુવા નજીક માટેલ રોડ પર આવેલી ટોરિસ સેનેટરી કંપનીમાં દુઃખદ બનાવ સામે આવ્યો છે. કારખાનામાં કામ કરવાની સાથે ત્યાં જ રહેતા 18 વર્ષીય નાજમીનખાન બુરેખાન મંસુરીએ ગઈકાલે બપોરના સમયે કોઈ અજાણ્યા કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
ઘટનાની જાણ થતાં આસપાસના લોકોમાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

