HomeGujaratમોરબી તાલુકા પોલીસે 38 ખોવાયેલા મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કર્યા

મોરબી તાલુકા પોલીસે 38 ખોવાયેલા મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કર્યા

મોરબી તાલુકા પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં પોલીસ દ્વારા CEIR પોર્ટલનો અસરકારક ઉપયોગ કરી આશરે રૂ. 10.38 લાખની કિંમતના કુલ 38 મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખોવાયેલા તથા ચોરાયેલા મોબાઈલ અંગે અરજદારોને તેમના ફોન પરત મળી રહે તે માટે પોલીસ સ્ટાફને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને સર્વેલન્સ સ્ટાફે CEIR પોર્ટલ પર મોબાઈલની વિગતોની એન્ટ્રી કરી સતત મોનિટરિંગ હાથ ધર્યું હતું. પોલીસ સ્ટાફ દ્વારા ટેક્નિકલ માહિતી અને વિવિધ સ્તરે કરવામાં આવેલી તપાસના આધારે 38 મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા. મળી આવેલા તમામ મોબાઈલ ફોનની કુલ કિંમત આશરે રૂ. 10,38,800 હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી તાલુકા પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવેલા મોબાઈલ ફોન નાયબ પોલીસ અધિક્ષક તથા પોલીસ ઇન્સ્પેક્ટરના હસ્તે તેમના મૂળ અરજદારોને પરત સોંપવામાં આવ્યા હતા. આ કામગીરી દ્વારા મોરબી તાલુકા પોલીસે સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવવાની સાથે “પોલીસ પ્રજાની મિત્ર છે” તે સૂત્રને સાર્થક કર્યું છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW