HomeGujaratહળવદમાં અલગ-અલગ જુગારના દરોડામાં 19 શખ્સો ઝડપાયા

હળવદમાં અલગ-અલગ જુગારના દરોડામાં 19 શખ્સો ઝડપાયા

હળવદ તાલુકામાં પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી હાથ ધરી અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. રાણેકપર, રાયસંગપર અને ચંદ્રગઢ ગામની સીમમાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં કુલ 19 શખ્સો ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણેય કાર્યવાહીમાં કુલ રૂ.2,23,100ની રોકડ રકમ કબજે કરી છે.

રાણેકપર ગામની પંચાસરી તરીકે ઓળખાતી સીમમાં પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા અજીતભાઈ સોમાભાઈ ગોહિલ, અરવિંદભાઈ ઘનશ્યામભાઈ ચાવડા, હીરજીભાઈ લક્ષમણભાઈ સરાવાડીયા, દયારામભાઈ ભીખાભાઇ ધારિયા, અશોકભાઈ નાગજીભાઈ વઢરકીયા અને અમૃતભાઈ અવચરભાઈ ઓડિયા સહીત 6 શખ્સોને રૂ.37,900ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. આ મામલે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ઉપરાંત રાયસંગપર ગામે જાહેરમાં જુગાર રમતા રાજુભાઈ બીજલભાઈ ડાભી, ભરતભાઈ દેવજીભાઈ સોઢા, હરખાભાઇ થોભણભાઈ કંઝારિયા, નવઘણભાઇ બચુભાઈ ગેડાણી, વિઠ્ઠલભાઈ પ્રભુભાઈ ડાભી, રમેશભાઈ લાભુભાઈ ગેડાણી, સુરેશભાઈ ગંગારામભાઈ સોઢાને પોલીસે ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ.23,700ની રોકડ રકમ કબજે કરવામાં આવી હતી અને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

જ્યારે ચંદ્રગઢ (લીલાપર) ગામની સીમમાં વિષ્ણુ જેરામભાઈ હડીયલની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી જુગાર રમતા નાનજીભાઇ સુખાભાઇ હડીયલ, રમેશભાઇ જહાભાઇ ચાવડા, ચંદુભાઇ બેચરભાઇ તારબુંદિયા, તુલશીભાઇ ચતુરભાઈ સુરાણી, જગદીશભાઇ શંકરભાઇ સોનગ્રા અને શામજીભાઈ મોહનભાઈ લોદરીયા સહીત 6 શખ્સોને રૂ.1,61,500ની રોકડ રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કેસમાં વાડી માલિક સહિત એક આરોપી વિષ્ણુભાઇ જેરામભાઇ હડીયલ ઘટના સ્થળેથી નાસી ગયો હતો. પોલીસે તમામ સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફ જોડાયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW