HomeGujaratમોરબીમાં દેશી બનાવટની પિસ્તોલ અને બે કાર્ટીસ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીમાં દેશી બનાવટની પિસ્તોલ અને બે કાર્ટીસ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી શહેરમાં ગેરકાયદેસર હથિયારો સામે એસ.ઓ.જી. ટીમે કાર્યવાહી કરી રવાપર રોડ પર કરણ એપાર્ટમેન્ટ નજીકથી એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, મોરબી એસ.ઓ.જી. ટીમને બાતમી મળી હતી કે, લીલાપર રોડ વિસ્તારમાં રહેતો પરીમલભાઈ ગોપાલભાઈ વાધેલા ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે રવાપર રોડ પર કરણ એપાર્ટમેન્ટ પાસે વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન પોલીસે પરીમલભાઈ વાધેલાને ઝડપી લઈ તેની પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ-1, કિંમત રૂ.5,000 તથા જીવતા કાર્ટીસ નંગ-2, કિંમત રૂ.200 મળી કુલ રૂ.5,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ મામલે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 25(1-B)(એ) તેમજ જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી સામેની આગળની કાયદેસરની કાર્યવાહી મોરબી એસ.ઓ.જી. શાખા દ્વારા હાથ ધરવામાં આવી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW